Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જસદણ પંથકના પાંચ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ : તંત્રને રાહત

જસદણમાં કોરોના સેમ્પલ કલેકશન સેન્ટર શરૂ કરાતાં પ્રજામાં આનંદની લાગણી

જસદણ,તા.૨૮ :  કોરોના મહામારી સામે બાથ ભીડવાં માટે કેન્દ્ર અને રાજય સરકારે ભારે કમર કસી છે સતત એકમાસથી વધુ સમયના લોકડાઉન પછી પણ રાજયના કેટલાક જીલ્લાઓમાં કોરોના વાઇરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે જોકે આમાં જસદણ અને વીંછીયા આ બન્ને તાલુકા કોરોના વાઇરસ પોઝિટિવથી બાકાત છે આવા માહોલ વચ્ચે જસદણ સરકારો હોસ્પિટલમાં કોરોના સેમ્પલ કલેકશન સેન્ટર શરૂ થતાં બન્ને પંથકના નાગરિકો માટે આનંદના સમાચાર છે આ સેન્ટરમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. અફઝલ ખોખર, જસદણ સરકારી હોસ્પિટલ અધિક્ષક આર એમ મૈત્રી, તાલુકા કોરોના સુપરવાઈઝર ડો. ધવલ ગોસાઈ, તાલુકા સુપરવાઈઝર પિયુષ શુકલા સહિતનો સ્ટાફ આ મહામારીમાં ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.

(11:35 am IST)