Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ગોંડલ નગરપાલિકાના વિપક્ષી સદસ્ય દ્વારા ભુખ્યાઓને ભોજન

ગોંડલઃ લોકડાઉનના પ્રથમ દિવસથીજ પાલિકાના સદસ્ય ઓમદેવસિંહ જાડેજા તેમજ તેના હોટેલ સ્ટાફ તેમજ તેના મિત્રો અને હોટેલની આજુ બાજુ દુકાનદારો તરફથી સેવાનું તેમની હોટેલ પર રાહત રસોડું ચાલુ કર્યું હતું, ભૂખ્યાને ભોજન મળી રહે તેથી રોજ ના ૫૦૦ લોકોનું જમવાનું બનાવામાં આવે છે તેમજ ૨૦૦ પરિવારને મહિના સુધી ચાલે એટલું રાશનની કીટ પણ આપવામાં આવી હતી અને આ કીટ અપંગ વૃદ્ઘ જે કામનાં કરી શકે અને ખાટલા વશ હોય એવા પરિવારનું લિસ્ટ તૈયાર કરીને તેમના ઘરે પહોચતી કરી હતી.  તે તસવીર.

(11:34 am IST)