Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ચોરવાડના ખોરાસા ગામે જુગારની કલબ પકડાઇઃ રૂ. ૬.૭૯ લાખનો મુદામાલ કબ્જે

આઠ જુગારીઓની ધરપકડ-એક નાસી ગયો

જુનાગઢ તા. ર૮: ચોરવાડનાં ખોરાસા ગામનો જયેશ જમનભાઇ વાછાણી અને વિરલ મગનલાલ ખાનપરા જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ગત રાત્રે ચોરવાડનાં ઈન્ચાર્જ પી.એસ.આઇ. કે. બી. લાલકાએ સ્ટાફ સાથે વિરલનાં રહેણાંક મકાને દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જયેશ વાછાણી તેમજ વિરલ ખાનપરા ઉપરાંત અશ્વિન મનસુખભાઇ જોરા, દિનેશ બગથરા, અશ્વિન લક્ષ્મીદાસ ખાનપરા, કેતન નંદલાલ વ્યાસ, ભાયા નરસીભાઇ પરમાર અને પ્રદીપ મગનલાલ સોઢાને રૂ. ૪૮પ૩૦ ની રોકડ રકમ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. જયારે દર્શક અશ્વિન પાઠક નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે રોકડ, ઉપરાંત બે મોટર સાયકલ એક કાર અને ૪ મોબાઇલ મળી કુલ રૂ. ૬,૭૯,૦૦૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)