Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જસદણમાં સોશિયલ ડિસ્ટનસિંગ સાથેની વૈકલ્પિક શાકમાર્કેટની વ્યવસ્થા

 જસદણ : પોલીસ દ્વારા જુના શાક માર્કેટનીઙ્ગ નાની અને સાંકડી ગલીમાં શાકભાજી ની ખરીદી સમયે થતી ભીડઙ્ગ નિવારવા અને સોશ્યલ ડિસ્ટનસિંગની અમલવારી માટે જસદણમાં આટકોટ રોડ ઉપર તથા જુના બસ સ્ટેન્ડ નજીક સુ-વ્યવસ્થિત નવી શાકમાર્કેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫ લારી ગોઠવવામાં આવી હતી. પાલીકાના કર્મચારીઓ ની મદદ થી ૬*૧૦ ફુટ ના એક એવા ૧૫૦ જેટલા ચોકઠા ચુના વડે બનાવી દરેક બે ચોકઠા વચ્ચે ૧૮ ફુટ નું અંતર રાખી તૈયાર કરવામાં આવ્યા અને કોઈને પણ ફરિયાદ ના રહે તે રીતે આ ચોકઠાની વહેંચણી શાકભાજીની લારીના તમામઙ્ગ ધારકોએ ચિઠીઓ ઉપાડીઙ્ગ કરી હતી. ડીવાયએસપી શ્રુતી મહેતા, પીએસઆઇ નિકુંજ જોશી, નગરપાલિકા ટીમ સહિતનાએ આ વ્યવસ્થા ગોઠવી હતી. (તસ્વીર - અહેવાલ : ધર્મેશ કલ્યાણી, જસદણ)

(10:42 am IST)