Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વિંછીયામાં શાકભાજીનું વેચાણ કરતા યુવકનો કોરોના રીપોર્ટ નેગેટીવ

 વિંછીયા, તા. ૨૮ :. વિંછીયામાં રહેતા શાક-બકાલાનો ધંધો કરતા એક ૨૦ વર્ષના યુવાનને કોરોના શંકાસ્પદ તાવ-શરદી સહિતના લક્ષણો જોવા મળતા જસદણ સેમ્પલ કલેકશન સેન્ટરમાં રિફર કરાવી જરૂરી કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવતા વિંછીયામાં રાહતની લાગણી પ્રસરી જવા પામી હતી.

વિંછીયા તાલુકામાં ગત એક માસમાં સાત જેટલા શંકાસ્પદ કોરોના કેસો મળી આવેલા જે બધા જ નેગેટીવ આવતા હાલ આજની તારીખ સુધી વિંછીયા તાલુકો કોરોનામુકત રહ્યો છે. વિંછીયા તથા તાલુકામાં વિંછીયાના પીએસઆઈ મહાવીરસિંહ પરમાર તથા સમગ્ર પોલીસ ટીમ રાત-દિવસ ગામડાઓ ખુંદી સખત અને ચૂસ્ત લોકડાઉન કરાવી રહ્યા છે.

(10:39 am IST)