Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મોરબીમાં દુકાનો સવારે ૮ થી બપોરે ૧ સુધી જ ખુલ્લી રાખી શકાશે

આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ દુકાનો ખુલ્લી રાખી શકાશે

 

મોરબી જીલ્લા કલેકટર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા. ૨૪-૦૪ હુકમથી નવી ગાઈડલાઈન બહાર પડેલ છે જે અંગે પોલીસ અધિક્ષક મોરબી દ્વારા કરેલ દરખાસ્તને પગલે તેમજ વિવિધ વેપારી એસો સાથે થયેલ મીટીંગ બાદ મોરબી શહેરમાં દુકાનો સવારે થી બપોરે સુધી ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે

જેથી મોરબીમાં સવારે થી બપોરે સુધી દુકાનો ખુલ્લી રહેશે અને બપોર બાદ સંપૂર્ણ લોકડાઉન પાલન કરવાનું રહેશે તે ઉપરાંત મોરબીના નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, સોની બજાર, પરા બજાર, સરદાર રોડ, લોહાણા શેરી, તખ્તસિંહજી રોડ, નવયુગ શો રૂમથી સુપર ટોકીઝ રોડ, ગઢની રાંગ અને જયહિન્દ સિનેમા રોડ સહિતના વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ દુકાનો ખુલ્લી રાખી શકાશે

જે જાહેરનામાંની અમલવારી તા. ૦૩-૦૫-૨૦૨૦ સુધી અમલમાં રહેશે હુકમ ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતા કલમ ૧૮૮, ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ ૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે

(12:56 am IST)