Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મોરબી પોલીસનો માનવીય અભિગમ : વેપારીનો ખોવાયેલો ચેક પરત સોપ્યો

નહેરુ ગેઇટ પાસેથી 27,500ની રકમનો ચેક મળ્યો હતો

 

મોરબી : કોરોના મહામારીને પગલે લોકડાઉન અમલી છે ત્યારે લોકડાઉનની અમલવારી માટે પોલીસ ટીમો સતત કાર્યરત છે દિવસરાત ડ્યુટી કરીને પોલીસ જવાનો લોકોને કોરોના મુક્ત રાખવા પ્રયાસ કરી રહ્યા છે તો ડ્યુટી નિભાવતા પોલીસ જવાનો માનવીય અભિગમ સાથે કાર્ય કરતા હોય જેને વેપારીનો ખોવાયેલો ચેક પરત કર્યો છે

મોરબીના નહેરુ ગેઇટ ચોક ખાતે પોલીસ જવાનો અમુભાઈ ખાંભરા અને અજરભાઈ સહિતના પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે દરમિયાન પોલીસ જવાનોને એક 27,૫૦૦ ની રકમનો ચેક મળી આવ્યો હતો જે ચેક હિમત ટ્રેડીંગના વેપારીથી ખોવાઈ ગયો હોય જે વેપારીનો સંપર્ક કરી તેને ચેક પરત આપીને મોરબી પોલીસના જવાનોએ પ્રમાણિકતા અને માનવીય અભિગમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

(8:57 am IST)