Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મોરબીના નિવૃત થયેલા ત્રણ આર્મી જવાનો ૨૬ દિવસ બાદ વતન પરત આવી પહોંચ્યા

નિવૃત્તિ બાદ પણ આર્મી જવાનોએ જબલપુર કેમ્પમાં જ રોકાણ કરવાનો વારો આવ્યો હતો

 

મોરબી :ગુજરાતના ૮૧ આર્મી જવાનો સેવાનિવૃત થયા હોય જેમાંથી મોરબી જીલ્લાના 3 સહીત ૩૨ જવાનો મધ્યપ્રદેશના જબલપુર ખાતેના કેમ્પમાં હોય અને તંત્ર દ્વારા સમયસર મંજુરી ના મળતા આર્મી જવાનો ૨૬ દિવસ બાદ પોતાના વતન પરત ફર્યા છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના ત્રણ આર્મી જવાન જેમાં મોરબીના રહેવાસી પ્રકાશભાઈ ગોગરા, દિનેશભાઈ જીલરીયા અને વાંકાનેરના લાલપરના વતની મહેબુબ શેરશીયા ત્રણ આર્મી જવાનો ૩૧ માર્ચના રોજ નિવૃત થયા હતા અને એમપીના જબલપુર ખાતેના કેમ્પમાં તેઓ હોય જેને વતનમાં આવવા માટે એમપી સરકાર અને મોરબી કલેકટર તંત્રને રજૂઆત કરી હતી જોકે મોરબીના તંત્ર કે પછી એમપીના તંત્ર કે સરકારે કોઈ ધ્યાન આપ્યું ના હતું અને નિવૃત્તિ બાદ પણ આર્મી જવાનોએ જબલપુર કેમ્પમાં રોકાણ કરવાનો વારો આવ્યો હતો

દેશની સરહદોની રક્ષા માટે દિવસરાત પહેરો કરનાર અને જરૂરત આવ્યે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર આર્મીના જવાનો પ્રત્યે પણ સરકારી તંત્રએ ઓરમાયું વર્તન દાખવ્યું હતું અને સરકારી રાહે મંજુરી આપવામાં ઠાગાઠૈયા કરીને દિવસો પસાર કર્યા હતા જેને પગલે આર્મી જવાને વિડીયો વાયરલ કરી ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરી હતી અને મુખ્યમંત્રીની દરમિયાનગીરી બાદ તંત્રએ મંજુરી આપી હતી અને એમપીથી આર્મીના જવાનો તા. ૨૬ ના મોડી રાત્રીના પરત પોતાના વતન આવી શક્યા હતા

(8:59 am IST)