Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના લોકડાઉન છતાં મહિલા સહીત વધુ ચાર શખ્શો મોરબીમાં ઘુસી ગયા

 

મોરબી : કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે અને એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં પરિવહન પ્રતિબંધ હોવા છતાં મોરબી જીલ્લામાં અમદાવાદ અને રાજકોટથી લોકો આવી જતા હોય છે જેમાં મહિલાઓ સહીત વધુ ચાર લોકો મોરબીમાં આવી ગયા હોય જેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

કોરોનાના હોટસ્પોટ એવા અમદાવાદ અને રાજકોટથી અનેક લોકો મોરબી જીલ્લામાં ઘુસી આવ્યા હતા અને સિલસિલો ચાલુ છે જીલ્લામાં સર્વત્ર ચેકપોસ્ટ હોવા છતાં આવા ઈસમો ગમે તેમ કરીને ઘુસી જવામાં સફળ રહે છે જેમાં વધુ ચાર લોકો મોરબીમાં આવી ગયાની જાણ થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી

જેમાં મૂળ જોડિયા તાલુકાના અંબાલા ગામના અને હાલ રણછોડનગર મોરબીના રહેવાસી અમિતગીરી રમણીકગીરી ગોસ્વામી અને તેના પત્ની બંસીબેન અમિતગીરી ગોસ્વામી તેમજ મોરબીના મહેન્દ્રનગર સમર્પણ હોસ્પિટલ પાછળ રહેતા રૂકશાનાબેન નાકીરહુશેન શેખ નામની મહિલા જેતપુરથી રાજકોટ થઈને મોરબી આવ્યા હતા જયારે મોરબીના કુલીનગરમાં મુમતાઝ આસિફ મોવર નામની મહિલા અમદાવાદથી આવી હોય જે તમામ ચાર સામે પોલીસે જાહેરનામાં ભંગ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને હાલ લોકોને હોમ કોરોનટાઈન કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે

(12:49 am IST)