Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જામનગર જિલ્લાના જોડીયામાં તેલના ડબ્બા ચોખા અને મગના બાચકા કલેકટરના નામે ઉઘરાવીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા

જોડીયા : જામનગર જિલ્લાના જોડીયામાં તેલના ડબ્બા ચોખા અને મગના બાચકા કલેકટરના નામે ઉઘરાવીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા હોવાની ફરિયાદ થતા સનસનાટી મચી ગઇ છે.

            પ્રાપ્ત માહિતી મુજબ આજે જામનગરના જોડીયામાં સૂચિત ભાઈ શિંગાળા ની દુકાને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને અમે જામનગર કલેકટર કચેરીમાંથી આવીએ છીએ અમોને સંસ્થા માટે કરીયાણા ની ચીજ વસ્તુઓની જરૂર છે તેમ કહીને ૭ તેલના ડબ્બા, 30 કિલો મગ, ૨૫ કિલો ચોખા પોતાના વાહનમાં લઈને નાસી છૂટયા હતા.

             ત્યારબાદ તપાસ કરતા કલેક્ટર કચેરીમાંથી આવા કોઈ વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેથી છેતરપિંડી કરીને આ શખ્સો નાસી છુટયો હોવાનું ખુલતાવેપારીએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અજાણ્યા શખ્સો સામે ૪૦૬, ૪૨૦,૧૧૪, કલમ મુજબ ગુનો નોંધી પી.એસ.આઇ એસ.વી. સામાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

(8:59 am IST)