Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

ધ્રાંગધ્રામાં ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ

રાજકોટ, તા., ૨૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપ સાથે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. મહતમ અને લઘુતમ તાપમાનમાં વધારો થતા લોકોને આકરા ઉનાળાનો અહેસાસ થઇ રહયો છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

વઢવાણ

ધ્રાંગધ્રા પંથકમાં થોડા દિવસ ગરમીનો પારો ઘટી ગયા બાદ ફરી ગરમીના અગન ગોળા વરસવા લાગ્યા છે અને ગરમીનો પારો બપોરના ૪૪ ડીગ્રીએ પહોંચી જતા રસ્તા સુમસામ થઇ જાય છે. ત્યારે ખાસ કરીને રણમાં રહેતા અગરીયાઓ માટે ભારે મુશ્કેલી સર્જાઇ છે.ધ્રાંગધ્રા પંથકમાં ગરમીનો પારો થોડા દિવસ સુર્ય નારાયણ દેવના અગન ગોળા  આરંભથી વરસવા લાગ્યા હતા. જેના કારણે બપોરના સમયે ગરમીનો પારો ૪૪ ડીગ્રીએ પહોંચ્યો હતો. ત્યારે બજારમાં કરફયુ જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગરમીથી બચવા માટે લોકો પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરી સાંજના બહાર નિકળવાનું પસંદ કરે છે. ત્યારે ફરી ગરમીનો પારો વધતા લોકોના જનજીવન પર અસર જોવા મળી હતી. ખાસ કરી રણ વિસ્તારમાં ઉપર આભ નીચે ધરતી જેમ પરીવાર સાથે રહેતા અગરીયા માટે ગરમીનો પારો વધતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કાળઝાળ ગરમી લુ અને તડકા વચ્ચે નાના છાપરામાં ગરમીથી બચવા માટે રહેવું પડે છે. જયારે ધ્રાંગધ્રા શહેરની બજારોમાં બપોરના સ્વયંભુ કરફયુ જેવો માહોલ જોવા મળી રહયો છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૪પ મહતમ ૧૬ લઘુતમ ૮પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(2:47 pm IST)