Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

માળિયા હાટીના સપ્તાહમાં બેટી બચાવો બેટી પઢાવોના સંકલ્પ લેવડાવ્યા

માળિયા હાટી, તા.૨૮: ૧૭૭ શ્રીમદ ભાગવતપોથીની શ્રીમદ ભાગવત સપ્તાહ અત્રેની વીરડી પાજરાપોળવ મુકામે ગૌ સેવાના શ્રવણઅર્થે ગૌસેવાના લાભાર્થે યોજાયેલ ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તહમા અનેરો માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. વકતા કેતનભાઇ પેરાણી ભવ્ય સંગીત સાથે ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનુ સંગીત સાથે રસપાન કરાવી શ્રોતાઓને વકતા શ્રી કેતનભાઇ પેરાણી દ્વારા સર્વેને સમુઅમા માબાપની અવગણના ન કરવી સેવા કરવી, માતા પીતાને ભગવાન માનવાના તેમજ જળ એ જ શ્રીકુષ્ણ તેમજ દિકરી વગરનુ ઘર સુનુ છે તે માટે ભૃણ હત્યા ન કરવી બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પો લેવામા આવ્યા જેથી આ કથા આધ્યાત્મિક કથા સાથે રાષ્ટ્રહીત કથા બની રહી છે, તેમજ પંખીઓ માટે પાણીના કીટ, તથા પક્ષીઘરનુ ખુબજ મોટા પાયે વિના મુલ્યે વિતરણનુ આયોજન આગામી દિવસોમા આ શ્રીમદ  ભાગવત સપ્તાહ ખુબજ આવકારદાય પ્રેરણાદાયક બની રહી છે તેમજ તમામ પ્રસંગો વેશ ભુશા સાથે રજુ કરવામા આવે છે. તસ્વીરમાં કથામાં ઉમટી રહેલા શ્રોતાઓ નજરે પડે છે.

(12:11 pm IST)