Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જેતપુરમાં બિયરના ૫ ટીન સાથે યશ વસોયા પકડાયો

જૂની સાંકળી પાસે દેશી દારૃ ભરેલ કાર પકડાઇ : ૩ શખ્સો છૂ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૮: શહેર પોલીસ અમરનગર રોડ પરથી જપટ સર્વીસ -  બીયરના ટીન નંગ પ સાથે યશ ભગવાનજીભાઇ વસોયાને એપલ કંપનીનો આઇફોન તથા બાઇક નં.જીજે-૦૩-એલએસ૩૯૩૩ મળી કુલ રૃ.૪૫,૦૦૦ હજારના મુદામાલ સાથે પકડી પાડી બીયરના ટીન અંગે પુછપરછ કરતા ચંદ્રજીત ધાધલ એ આપેલ હોવાનું જણાવાય, પોલીસે બંને વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસ તેમજ પોલીસના બુરાભાઇ માલીવાડ, હાર્દિકભાઇ જાંભા, રેવાભાઇ ખીટ પેટ્રોલીંગ દરમ્યાન જુની સાંકળી ગામ નજીક પરબડી ગામ તરફથી સફેદ કલરની કાર આવતી હોય શંકાના આધારે રોકવા કોશીષ કરતા કાર ચાલકે ભગાડી મુકતા પોલીસે તેનો પીછો કરી ધોરાજી ખાતે આવેલ બજરંગ ઢોસા પાસે અંધારામાં કાર રેઢી મુકી શખ્સો નાસી ગયા હોય પોલીસે કારની તલાશી લેતા તેમાંથી દેશી દારૃ લીટર - ૫૧૦ મળી આવતા તાલુકા પોલીસે વીસ્ટા કાર નં.જીજે-૦૬-એફસી-૩૮૯૧ તથા દેશી દારૃ મોબાઇલ - ૧ મળી કુલ રૃ.૧,૧૭,૨૦૦નો મુદામાલ જપ્તે કરેલ. કારમાં બેઠેલ ૩ શખ્સો નાસી છુટેલ હોય, ત્રણેય અજાણ્યા શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે.

છર સાથે રવી જોટંગીયા ઝડપાયો

ઉદ્યોગનગર પોલીસે રબારીકા રોડ પરથી રવિ કાંતીભાઇ જોટંગીયાને છરી તથા બાઇક સાથે પકડી પાડી જાહેરનામા ભંગ મુજબની કાર્યવાહી કરેલ છે.

(1:29 pm IST)