Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેતરપીંડી કરનારા ૨ ભેજાબાજોને ઝડપી લીધા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૮: મહારાષ્ટ્ર રાજસ્થાન તથા ગુજરાતમાં જુનાગઢ, પોરબંદર અમદાવાદ, ચોટીલા સહિતના વિસ્તારમાં લોકોને વિશ્વાસમાં લઇ ઇલેકટ્રોનીક સંદેશાવાહક સાધનનો ઉપયોગ કરી ખોટો ટેક્ષ મેસેજ ક્રિએટ કરી ઠગાઇ કરતા બે ભેજાબાજોને મહારાષ્ટ્રના મુંબઇ ખાતેથી દબોચી લઇ બે ગુન્હા ડીટેકટ કરી તમામ મુદામાલ જુનાગઢ ક્રાઇમબ્રાંચની ટીમે જપ્ત કર્યો છે.

પોલીસે અક્ષેસ દિનેશભાઇ બળદેવભાઇ પંચાલ લોહાણા (ઉ.ર૬) ધંધો પ્રા. નોકરી રહે. જે-૧, બ્લોક નં. ૧૦ર, આશ્રય એપાર્ટમેન્ટ-૯, ન્યુ રાણીપ, અમદાવાદ, મુળ, નંદારાણા તા. કડી જી. મહેસાણા અને ભાવિક ધર્મેશભાઇ દેવરાજભાઇ પઢીયાર દરજી ઉ.રપ ધંધો પ્રા. નોકરી રહે. ફલેટ નં. ૧૬૯-બી, અંબર એપાર્ટમેન્ટ, લીબર્ટી ગાર્ડન,  મલાડ વેસ્ટ, મુંબઇ ૪૦૦૦૬૪, મુળ ગામ ઉના જી. ગીર સોમનાથની ધરપકડ એપલ કંપનીની વોચ સીરીઝ ૯૪પ એમ. એમ. બ્લેક કલરની કિ. રૃા. ૩૦,૦૦૦ એપલ વોચ એસ. ઇ.-ર૪૪ એમ. એમ. બ્લેક કિ. રૃા. રપ,૦૦૦, ફાસ્ટ્રેક કંપની વોચ કિ. રૃા. પ૦૦૦, મોબાઇલ ફોન નંગ ૩ કિ. રૃા. ૧,રપ,૦૦૦ સોનાનો પેંડલ સાથેનો ચેઇન કિ. રૃા. ૪૭૭૦૦૦, સોનાનો સિકકો કિ. રૃા. ૬૬૯૦૦, હુન્ડાઇ કંપનીની આઇ ટવેન્ટી એસ્ટા લાલ કલરની કાર રૃા. પ,૦૦,૦૦૦ સાથે કરી છે.

આરોપીઓ દ્વારા આશરે એકાદ મહીના પહેલા અક્ષેરાએ મુંબઇ જોગેશ્વરમાં આવેલ એક ચશ્માની દુકાનમાંથી એક ચશ્મા રૃા. ૩પ૦૦ ના લીધેલ છે. આશરે એકાદ મહીના પહેલા અક્ષેરાએ મુંબઇ ગોરેગાવ રીંગ રોડ ઉપર આવેલ એક દુકાનમાંથી બે કિલો કાજુ બે કીલો બદામ અને બે કિલો અંજીર રૃા. રપ૦૦ ના લીધેલ છે.

બે માસ પહેલા અક્ષેરા તથા ભાવિકએ અમદાવાદના નીકોલ વિસ્તારમાં આવેલ એક દુકાનમાંથી ટ્રેક પેન્ટ તથા એક શર્ટ રૃા. ૪૩૦૦ ના લીધેલ છે. તે સહિત ૩ર ગુન્હાની કબુલાત આપી છે.આ કામગીરી જુનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની સુચનાથી ક્રાઇમ બ્રાંન્ચના પોલીસ ઇન્સ.જે.જે. પટેલ, પો.સ.ઇ.ડી.કે. ઝાલા, પો.વા.સ.ઇ. ડી.એમ. જલુ, એ.એસ.આઇ.વિક્રમભાઇ ચાવડા, પો.હેડકોન્સ.જયદિપભાઇ કનેરીયા, પો.કોન્સ.સાહિલ સમા, ભરતભાઇ સોલંકી તથા ડ્રા.પો.ઇન્સ.વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્ટાફે કરી છે.

(1:31 pm IST)