Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ભાવનગરમાં હિરાઘસુ યુવતી પર દુષ્‍કમ

લાલચ આપીને પછી લગ્નની ના પાડી દીધી

ભાવનગર તા.૨૮ :   શહેરમાં રહેતી અને રત્‍નકલાકાર તરીકે હિરાના કારખાનામાં કામ કરતી એક યુવતિએ તેણી સાથે કામ કરતા એક શખ્‍સ વિરૂધ્‍ધ લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધી બાદમાં લગ્નની ના કહ્યાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં રહેતી રત્‍નકલાકાર યુવતિએ મયુર મકવાણા  સામે એ ડિવિઝન પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે મયુર પોતાની સાથે કામ કરતો હોય તેણે પરિચય કેળવી વિશ્વાસમાં લઈ તેણી સાથે ઙ્કેમ કરતો હોવાનું જણાવી તેણી સાથે લગ્ન કરશે એવું કહી વારંવાર તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્‍યાં બાદ લગ્નની ના પાડી દીધી હતી. આ અંગે પોલીસે યુવતિની ફરિયાદ લઈ મયુર મકવાણા નામના શખ્‍સ સામે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

(12:04 pm IST)