Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ગોંડલના ગુંદાસરાની સીમની કરોડોની કિંમતી જમીનનો બિનઅવેજી રજીસ્‍ટર સાટાખતના પાલનનો દાવો તથા અપીલ રદ કરતો ગોંડલ કોર્ટનો હુકમ

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ, તા. ર૮ : આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના ધીરૂભાઈ મોહનભાઈ કોઠારીએ રાજકોટના પિયુશભાઈ વલ્લભભાઈ ડાવરા પાસેથી કોઈપણ જાતના અવેજની રકમ ચુકવ્‍યા વગર કિમતી ખેતીની જમીન પડાવી લેવા રજીસ્‍ટ્રર સાટાખત કરાવેલુ ત્‍યારબાદ નોટિસ-પ્રતિનોટિસના વ્‍યવહારો થયેલા ત્‍યારપછી રાજકોટની અદાલતમાં વાદી ધીરૂભાઈ કોઠારીએ દાવો કર્યો હતો.

પરંતુ રાજકોટની અદાલતને હકુમત ન હોવાથી ગોંડલની અદાલતમાં દાવો આવેલો ત્‍યારબાદ ગોંડલની અદાલત સમક્ષ વાદી ધીરૂભાઈ કોઠારી અને વાદીના સાક્ષી જીજ્ઞેશભાઈ રાદડીયાની જુબાની નોંધવામા આવેલી ત્‍યારે પ્રતિવાદી પિયુશભાઈ ડાવરા તરફે ગોંડલના સિનિયર વકીલ શ્રી શિવલાલ પી. ભંડેરી દ્રારા વાદી અને તેના સાક્ષીની ઉલટતપાસ કરી સત્‍ય હકીકતો અદાલત સમક્ષ પ્રગટ કરવામા આવેલી તેમજ પ્રતિવાદી અને તેના સાક્ષી સંજયભાઈ ખાંડેખાની જુબાની નામદાર કોર્ટમાં રેકર્ડ કરવામાં આવેલી ત્‍યારબાદ પ્રતિવાદીના વિદ્વાન વકીલ શ્રી દ્રારા દલીલમાં જણાવવામાં આવેલ કે, રજીસ્‍ટ્રર સાટાખતમાં ઉલ્લેખ કરેલ વાદીનો ચેક પ્રતિવાદી ને આપવામાં આવેલ નથી કે વાદીના ખાતામાથી આવી રકમ પ્રતિવાદીના ખાતામા ગયેલ નથી. વાદીએ કહેવાતા સાટાખત પછી પણ કોઈ રકમ પ્રતિવાદીને ચુકવેલ નથી કે વાદી અને વાદીના સાક્ષીની ઉલટતપાસમાં આવી રકમો ચુકવાયેલ ન હોવાનું અદાલતના રેકર્ડ ઉપર લાવવામાં આવેલ છે.

વાદીના બેંક ખાતામા પણ સાટાખતની નોંધણી વખતે અને સાટાખતની અવધી પુરી થાય ત્‍યાં સુધી વાદી પાસે પર્યાપ્ત રકમ ન હોવાનુ અદાલતના રેકર્ડ ઉપર લાવવામાં આવેલ છે. વાદી દ્રારા ઉલટતપાસમાં કબુલાત આપવામા આવેલ છે કે, સાટાખત પેટે અવેજ ચુકવ્‍યાનો કોઈ દસ્‍તાવેજી પુરાવો નથી. પ્રતિવાદી પિયુશભાઈ ડાવરાના વકીલ  શિવલાલ પી. ભંડેરી દ્વારા દલીલમાં જણાવેલ છે કે, પ્રતિવાદીની ખેતીની જમીનની બજાર કિંમત આશરે રૂપિયા-બે કરોડ જેવી છે.

રૂા.પંદર લાખમાં સાટાખત કરાવી વાદીએ જમીન પચાવી પાડવા કોશીષ કર્યાનુ ફલીત થાય છે. વાદી ધીરુભાઈ કોઠારીએ રજીસ્‍ટ્રર સાટાખતનુ પાલન કરવા પ્રતિવાદી પિયુશભાઈ ડાવરા સામે કરેલ દાવો ના-મંજુર કરતો ગોંડલ કોર્ટે હુકમ કરેલ જે હુકમની સામે વાદીએ એપેલન્‍ટ દરજજે ગોંડલ કોર્ટમાં અપીલ દાખલ કરેલ જે અપીલના કામે પણ રીસ્‍પોન્‍ડન્‍ટ/પ્રતિવાદી પિયુશભાઈ ડાવરા ના એડવોકેટ શ્રી એ કાયદા અને હકીકતના મુદાઓ ઉપર દલીલ કરી વિસ્‍તળત રજુઆત કરતા ગોંડલના મહે. એડી. ડિસ્‍ટ્રીકટ જજ શ્રી એમ.એ.ભાટી સાહેબે એપેલન્‍ટ/મુળ વાદીની અપીલ રદ કરતો હુકમ તા-૨૧/૦૩/૨૦૨૪ ના રોજ ફરમાવેલ છે. આ કામમાં પ્રતિવાદી પિયુશભાઈ ડાવરા વતી ભંડેરી એડવોકેટસ-ગોંડલ એસોસીએટ ના વરિષ્ઠ વકીલ શ્રી શિવલાલ પી. ભંડેરી, અંબાગૌરી એસ. ભંડેરી, નિરંજય એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, ભકિત એસ. ભંડેરી તથા રવિરાજ પી. ઠકરાર રોકાયેલા હતા.

(12:00 pm IST)