Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

તાવ આવતા જૂનાગઢની બાળકીનું મોત

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૮ : તાવ આવતા જૂનાગઢની એક બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં ગમગીની વ્યાપી ગઈ હતી.

જૂનાગઢમાં ઢાલ રોડ પર આવેલ મચ્છી માર્કેટ પાસે રહેતા દાદાભાઈ બિલાલભાઈ મકવાણાની આઠ વર્ષની દીકરી માહીરાને ૧૩ માર્ચ ના રોજ તાવ આવતા તેને જૂનાગઢની બાળકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર બાદ માહીરાને રજા આપી દેવામાં આવતા અને બાદમાં ઘરે ડોકટરે ઇન્જેકશન દેતા તબિયત વધુ લથડી હતી. આથી દીકરીને વિશેષ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને બાદમાં રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે એ ડિવિઝન પોલીસે મૃત બાળકીના પિતાનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)