Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જામકંડોરણામાં હોલીકા દહન અંતર્ગત સ્‍વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમ

જામકંડોરણા : ૭૪ જેતપુર જામકંડોરણા વિધાનસભા મત વિસ્‍તારમાં સમાવિષ્‍ટ જામકંડોરણા તાલુકાના જામકંડોરણામાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કે.બી.સાંગાણીની ઉપસ્‍થિતિમાં હોલીકા દહન અંતર્ગત સ્‍વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોભ, લાલચ, હિંસા, અનૈતિક તત્‍વો બળ પ્રયોગ, કેફી દ્રવ્‍યો, ભ્રષ્‍ટાચાર, આળસના પેમ્‍પલેટ જનતાને સાથે રાખી હોળીમાં હોમી કાર્યક્રમ યોજાયો હતો. (તસ્‍વીર : અહેવાલ : મનસુખ બાલધા -જામકંડોરણા)

(11:43 am IST)