Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

પડધરીના મોવૈયામાં રમીઝ અને શેમુદને અજાણ્યા શખ્સોએ ધોકાથી માર માર્યો

ભુંગળા-બટાટાની લારીમાં મોઢુ નાંખનાર ગાયને તગડતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૮: પડધરીના મોવૈયા ગામમાં રહેતાં રમીઝ યુસુફભાઇ સુમરા (ઉ.૨૩) અને શેમુદ યુસુફભાઇ સુમરા (ઉ.૨૫) નામના બે મુસ્લિમ ભાઇઓને અજાણ્યા શખ્સોએ ઢીકા-પાટુ અને ધોકાથી માર મારતાં સારવાર માટે બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

રમીઝના કહેવા મુજબ તે સેન્ટીંગ કામ કરે છે અને તેનો ભાઇ શેમુદ કારખાનામાં કામ કરવા ઉપરાંત ભુંગળા બટાટાની લારી રાખીને ધંધો કરે છે. સાંજે સાડા આઠેક વાગ્યે શેમુદની લારીમાં બટાટાના થાલામાં એક ગાયએ મોઢુ નાંખી દેતાં તેણે ગાયને તગડતાં અજાણ્યા શખ્સોએ આ બાબતે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

(12:12 pm IST)