Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

તળાજામાં આજે ફરીને સિંચાઇમા પાણી માટે ખેડૂતો પાણી બતાવશેઃ તંત્ર હચમચી જાય તેવા કાર્યક્રમની ચીમકી

ભાવનગર, તા.૨૮: શેત્રુંજી સિંચાઈ યોજના દ્વારા હાલ ડેમમાં પંદર ફૂટ થી વધુ પાણી હોય ખેડૂતોને સિંચાઈનું પાણી મળે. ખેતી અને પશુઓને તકલીફ વેઠવી ન પડે તેવી માંગ સાથે આજે ફરીને મામલતદાર ને ખેડૂત આગેવનોએ વાસ્તવિક પત્ર આપી તંત્ર હચમચી જાય તેવો કાર્યક્રમ આપવાની જાહેરાત કરી છે.તો યાર્ડ ખાતે આજ ગુરુવારે સવારે દસ કલાકે ખેડૂતો એકઠા થઇ શુ કાર્યક્રમ આપે તેને લઈ તંત્ર હરકતમાં આવ્યુ છે.

તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ગત.તા.૨૨ના રોજ ખેડૂત એકતા મન્ચ નાનેજા તળે સાગરભાઈ રબારી ની રાહબરી હેઠળ શેત્રુંજી કમાન્ડ વિસ્તારના ખેડૂત મોટી સનખ્યાંમાં પાણી છોડવાની માગ ન સંતોષાતા એકઠા થયા હતા. રસ્તા રોકો આંદોલન માટે. એ સમયે પોલીસ અને સિંચાઈ વિભાગે મોરચો સંભાળી લીધો હતોને પાણી છોડવાની દરખાસ્ત તાત્કાલિક અહીંના લેવલથી કરી ગાંધીનગર મોકલવામાં આવશે.અધિકારી ની વાત પર ભરોસો રાખીએ સમયે રસ્તા રોકો આંદોલન મોકૂફ રાખવામાં આવેલ.પણ આજ સુધી પાણીનુ છટતા અને લોલીપોપ આપી હોવાની લાગણી અનુભવતા ખેડૂત આગેવનો જગદીશભાઈ ધાધલીયા,રાદ્યુભા સરવૈયા, અશોકસિંહ સરવૈયા, નાગજીભાઈ ખેની,હરજીભાઈ ધાધલીયાએ આજ મામલતદાર ને વાસ્તવિક પત્ર આપેલ.જેમાં સરકાર અને તંત્ર હચમચી જાય તેવા વિવિધ પ્રકારના અનેક ઠેકાણે કાર્યક્રમ આપવાનઉ જણાવ્યું હતું.

ખેડુતો પોતાના હક અને અધિકાર વાળું પાણી માગે છે.પશુને પાણી વગર ટળ વળવું પડેછે. નિર્દોષ પશુઓને મોતને ભેટવું પડશે.તેવી લાગણી અને વાસ્તવિકતાની પ્રશાશનને જાણ કરી છે.

ખેડૂત એકતા મન્ચ દ્વારા આવતી કાલ શુક્રવારે સવારે ૧૦ કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો એકઠા થશે. એકઠા થઈને ખેડૂત આગેવાનો ની રાહબરી હેઠળ આશ્યર્ય જનક કાર્યક્રમ આપશે. ખેડુત આગેવાનોની આ જાહેરાતના પગલે તત્ર હરકતમાં આવ્યુ છે. ખેડૂતો કયાં અને કેટલા સ્થળે શુ કાર્યક્રમ આપશે તે વાતની શોધ પ્રશાસન કાયદોને વ્યવસ્થા જાળવવા હાથ ધરી છે.

(12:00 pm IST)