Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ચિતલ ખાતે હોમગાર્ડ યુનિટના સહયોગથી ૬૩મો નેત્ર નિદાન કેમ્પ યોજાયોઃ૧૦૦ દર્દીઓએ લાભ લીધોઃ ૪૩ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરી અપાયા

અમરેલીઃ  ચિતલ ખાતે શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા હોમગાર્ડ યુનિટના સહયોગ થી ૬૩ મો નેત્ર નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું આ તકે આંખના રોગોથી પીડાતા ૧૦૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ૪૩ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા આ કેમ્પ નું ઉદ્ઘાટન અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી અશોકભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે હિતેષભાઈ મહેતા, વજુભાઈ સેજપાલ, બીપીનભાઈ દવે, એસ.એલ.શેખવા, સુરેશભાઈ પાથર, મનુભાઈ, મહેશભાઈ દવે, જગાભાઈ તથા ચિતલ ગામના અગ્રણીઓ અને હોમગાર્ડ યુનિટના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:48 pm IST)