Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

માણાવદરમાં ટ્રાફિક ઝુંબેશઃ વાહન ચાલકોને દંડ ફટકાર્યો

માણાવદરઃ શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી રહી હોય જેથી લોકોને ભારે મુશ્કેલીઓ પડતી હોય તેમને નિવારવા માટે પોલીસ ટ્રાફિક બ્રિગેડ શરૂ કરી હતી .અને ટ્રાફિક ને નડતર રૂપ વાહન રાખનાર સામે કાર્યવાહી કરી દંડ ફટકાર્યો હતો. માણાવદર શહેર માં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ઇન્ચાર્જ પીએસાઈ કે.બી.લાલકા શૈલેષ ભાઈ કરનગિય વિપુલ ભાઈ ગોહિલ વિજય ભાઈ સહિત ના ઓ એ જેલ રોડ વૈશ્નવ હવેલી રોડ શાક માર્કેટ વિસ્તારમાં કામગીરી કરી હતી. અને ટ્રાફિક ને અડચણ રૂપ વાહન રાખનાર ૬ લોકોને  દંડ ફટકાર્યો હતો.

(12:47 pm IST)