Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

જામજોધપુરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઝડપાઇ ગયા

 જામનગર તા. ર૮ :... ધ્રાફા ફાટકથી બાલવા ફાટક તરફ જવાના રસ્તે સારથી સિમેન્ટ પ્રોડકટસથી આગળ બધાભાઇ રામાભાઇ છેલાણાનાં રહેણાંક મકાનની બહાર આવેલ સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં પુરૂષ તથા મહિલાઓ ગોળ કુંડાળુ વળી જૂગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઇડ દરમ્યાન રોકડા રૂ. ૧૦૯૩૦ તેમજ ગંજીપતાના પાના નંગ પર કિ. રૂ. મળી કુલ રૂ. ૧૦૯૩૦ ના મુદામાલ સાથે પકડાઇ જતા વુમન પો. કોન્સ. મેન્સીબેન તુષારભાઇ અગ્રાવતના ફરીયાદ આધારે (૧) બધાભાઇ રામાભાઇ છેલાણા રહે. ધ્રાફા ફાટક પાસે જામજોધપુર (ર) આશીષભાઇ રાજૂભાઇ રાજદેવ રહે. પોલીસ લાઇન પાછળ જામજોધપુર (૩) હંસાબેન રમેશભાઇ જીવણભાઇ શીહોરા રહે, મુળ ગાયત્રી મંદિર પાસે જામજોધપુર હાલ રહે. મોટી પાનેલી (૪) મંગુબેન ચંદુભાઇ રાજાભાઇ નનેરા રહે.પટેલ મીલની વાવ પાસો જામજોધપુર (પ) બુધ્ધીબેન ઓઘડભાઇ મછાભાઇ રાઠોડ રહે. ગાયત્રી મંદિર પાસે ઉમીયાનગર (૬) સોનલબેન બધાભાઇ રામાભાઇ છેલાણા રહે. ધ્રાફા ફાટક પાસે જામજોધપુર (૭) ગીતાબેન વિનોદરાય વજુભાઇ કવૈયા રહે. પોલીસ લાઇન પાસે જામજોધપુર સામે ગુન્હો દાખલ કરેલ છે.

આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર. બી. પ્રજાપતી તથા પોલીસ સબ ઇન્સ. કે. વી. ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ મનજીભાઇ પરમાર તથા પોલીસ કોન્સ. ધર્મેશભાઇ બટુકભાઇ મોરી તથા વુ. પોલીસ કોન્સ. મેન્સીબેન તુષારભાઇ અગ્રાવત તથા પો. કોન્સ. માલદેભાઇ લાખાભાઇ બડીયાવદરા વિગેરેએ કરેલ છે.

(12:00 pm IST)