Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ગોંડલ પાસે અજાણ્યા વાહન હડફેટે મોવિયા ગામના આધેડ હસમુખભાઇ દુદાણીનું મોત

ગોંડલમાં દાળ-પકવાન વેચતા પટેલ આધેડ દુકાન બંધ કરી ઘરે પહોંચે તે પૂર્વેજ કાળ આંબી ગયોઃ બે સંતાનોએ પિતાની છાંયા ગુમાવતા અરેરાટી

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બાઇક અને આધેડનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૮: અકસ્માત માટે કુખ્યાત ગોંડલ-મોવિયા રોડ પર બાઇક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મોવિયાના આધેડનું ઘટના સ્થળે કમકમાટીભયુ* મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ-મોવિયા રોડ પર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્ના છે અને માનવ જિંદગી હોમાઇ રહી છે ત્યારે શહેરના ગુંદાળા ચોકડી પાસે દાળ પકવાનની દુકાન ધરાવતા અને મોવિયા રહેતા હસમુખભાઇ દુદાણી ઉંમર વર્ષ પ૪ દુકાન બંધ કરી પોતાના બાઇક જીજે૦૩એફ૮ ૭૯૮૯ પર મોવિયા ઘરે જઇ રહ્ના હતા ત્યારે માતેલા સાંઢની માફક દોડી આવી રહેલ અજાણ્યા વાહને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં હસમુખભાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભયુ* મોત નીપજયું હતું ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી હસમુખભાઇને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

(11:41 am IST)