Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

તળાજાની જીનીંગ ફેકટરીના મશીનમાં આવી જતા ૬ વર્ષના બાળકનું મોત

ભાવનગર તા.૨૮ : ભાવનગર જિલ્લાના તળાજા શેહર નજીક આવેલ જિનિંગ ફેકટરીમાં યુપીથી મજૂરી કામ અર્થે આવેલ મજૂર પરિવાર નું બાળક રમતા રમતા મશીનરીમાં આવી જતા મોત નિપજેલ હતું. બનાવ અનુસંધાને મળતી વિગતો અનુસાર સોમનાથ જિનિંગ ફેકટરીમાં યુપીથી મજૂરી કામ અર્થે આવેલ ધરમવીર રામજીલાલનો દીકરો ગોલું (ઉ.વ.૬) બપોરે અોઇલ મિલની મશીનરી પાસે રમતો હતો. પિતા સહિતના કામ કરી રહ્ના હતા. એ સમયે અચાનક બાળક મશીનના પટામાં આવીગયો હતો. ગંભીરરીતે ઇજા થવાથી મરણ પામેલ. તળાજા પો.સ્ટે ના અશ્વિનભાઈ એ અકસ્માતે મોતની એન્ટ્રી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:09 am IST)