Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વિસાવદર વિશ્વંભરી સ્કૂલમાં આઠ વર્ષના તેજસ્વી બ્રહ્મ વિદ્યાર્થી કૌશલ જોષીના હસ્તે ધ્વજવંદન

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૮ : વિસાવદરની વિશ્વંભરી સ્કૂલમાં  પ્રજાસત્તાક દિને ત્રીજા ધોરણમા અભ્યાસ કરતા માત્ર આઠ વર્ષના તેજસ્વી બાળ વિધાર્થી કૌશલ જીગ્નેશભાઈ જોષીના હસ્તે ધ્વજવંદન કરાયુ હતુ તેમ આ બાળ વિધાર્થીના પિતા જીગ્નેશભાઈ બી.જોષીએ ગૌરવ સાથે જણાવતા વિશેષમાં ઉમેર્યુ હતુ કે, કૌશલ ભણવામા પહેલેથી જ ખૂબ તેજસ્વી છે.તે ઈંગ્લિશ મિડીયમમા ભણે છે અને સ્કૂલ ટેસ્ટમા સમગ્ર સ્કૂલમા પ્રથમ આવેલ છે. પ્રજાસત્તાક પર્વની વિશ્વંભરી સ્કૂલમા શાનદાર ઉજવણી કરાઈ હતી.સંચાલકો-આચાર્ય-શિક્ષકો-સ્ટાફગણ-વાલીઓ-વિદ્યાર્થીઓ-શહેરીજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને આન-બાન અને શાન સાથે ધ્વજવંદન કરી પ્રજાસત્તાકની શુભકામનાઓ પાઠવી હતી.

વિશ્વંભરી સ્કૂલના વિધાર્થી કૌશલ વિસાવદર નગર પાલિકાના એકાઉન્ટન્ટ   બી.કે.જોષીના પૌત્ર છે.

(6:49 pm IST)