Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાષ્‍ટ્રરક્ષાની વાત આવે ત્‍યારે સૌ ભારતવાસીઓ સાવધાન રહે-શાસ્ત્રી જયસ્‍વરૂપદાસ

અંકલેશ્વર ગુરુકુલ ખાતે ૭૪માં ગણતંત્ર દિવસની આન, બાન અને શાન સાથે ભવ્‍ય ઉજવણી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૮ : અંકલેશ્વર જીઆઇડીસી સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ પરિવાર દ્વારા ૭૪માં પ્રજાસત્તાક દિવસ (રાષ્‍ટ્રીય મહોત્‍સવ) ની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ રાષ્‍ટ્રીય પર્વે સંસ્‍થાના વડા સ્‍વામી કળષ્‍ણસ્‍વરૂપ શાસ્ત્રીજી મહારાજના વરદ્‌હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના ટ્રસ્‍ટી કિશોરભાઈ પાનસુરીયા જી.આઈ.ડી.સી.ના આગેવાનો, આગંતુક મહેમાનો, શાળા - કોલેજના આચાર્યશ્રીઓ સહિત વાલીગણ ઉપસ્‍થિત રહ્યા હતા. દેશભક્‍તિ થીમ આધારિત ગુરુકુલ પરિવારના બાળકો દ્વારા અભિનય, નાટકો તેમજ નળત્‍યપ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. બાળકોના શાનદાર પ્રદર્શનથી સૌ મંત્રમુગ્‍ધ બન્‍યા હતા. વસુધૈવ કુટુમ્‍બકમની ભાવના ભારત દેશના ખૂણે-ખૂણે સાર્થક થઇ રહી છે, ભારત વિશ્વને સાથે લઈને ચાલનારો દેશ છે તેવું વક્‍તવ્‍ય સંસ્‍થાના ટ્રસ્‍ટી જયસ્‍વરૂપ શાષાીએ આપ્‍યું હતું. આચાર્ય - શિક્ષકો તેમજ વિદ્યાર્થીમિત્રોના પરિશ્રમની કદર પૂ. ગુરુજી દ્વારા કરવામાં આવી હતી.

(11:12 am IST)