Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જામનગરઃ એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી...

જામનગરઃ વિધોતેજક મંડળ સંચાલિત એમ.પી. શાહ કોમર્સ કોલેજ જામનગર ખાતે ૭૩માં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ઈન્દુભાઈ વોરાએ ત્રિરંગો ફરકાવી સલામી આપેલ. આ સમયે સંસ્થાના મંત્રી રમેશભાઈ શાહ તથા શૈક્ષણિક અને બીનશૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહેલ.. કોલેજના એન.સી.સી. તથા એન.એસ.એસ. કેડેટસ દ્વારા માર્ચપાસ્ટ યોજવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન એન.સી.સી. ઓફિસર લે.પી.બી. ડાભીએ કરી વર્ષ દરમ્યાન જિલ્લા અને રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ કેડેટસ દ્વારા મેળવેલ સિદ્ધિઓ વર્ણવી હતી (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(12:49 pm IST)