Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જુનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પ્રજાસતાક દીનની ઉજવણી સંતો દ્વારા ધ્વજવંદન

જુનાગઢ : ભવનાથ સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ પુ. ઇન્દ્રભારતીબાપુ દ્વારા છેલ્લા એક દાયકાથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગઇકાલે પણ પુ. ઇન્દુભારતી બાપુ દ્વારા પ્રજાસતાક દિનની ઉજવણી કરી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુ. ઇન્દ્રભારતીબાપુએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યુ હતુ. ત્યારે તેમની સાથે મુચકુન્દ ગુફાની જગ્યાના મહંત મહામંડલેશ્વર મહિન્દ્રાનંદજી જગજીવનદાસબાપુ મહાદેવ ભારતીબાપુ સહિતના સંતો તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ ડે.મેયર હિમાંશુ પંડયા, પુર્વ ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, આરતીબેન જોષી, રાકેશભાઇ ધુલેશીયા સહિતના જોડાયા હતા અને ધ્વજવંદન કરી ભારતમાતા કી જય વંદેમાતરમના જયઘોષ સાથે કોરોનાની સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(12:47 pm IST)