Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલમાં દર્દીના ભાઇએ ડોકટરને જાનથી મારી નાખવાની ધમકી દીધી : લેબોરેટરીના કાચ તોડયા

ઘટનાના ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ : મારૂ નામ સુલતાન છે અને સુલતાન ગામમાં એક જ હોય આરોપીનો વાણી વિલાસ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૨૮ : ચોટીલાની સરકારી રેફરલ હોસ્પિટલમાં ગત તા.૨૨ શનિવારે રાતે આ તાલુકાના સણોસરા ગામનો અને હાલ ચોટીલા રહેતો સંધિ જ્ઞાતિ નો શખ્સઙ્ગ તેના ભાઇની સારવાર માટે તા. ૨૨ શનિવારે રાતે આવેલ ત્યારે ફરજ પરના હાજર ડોકટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોસ્પિટલની લેબોરેટરીની કેબીનનો પાટુ મારી કાચ તોડી નાંખેલ. જયારે આ બનાવ અંગે મીડીયામાં ઉહાપોહ થતાં હોસ્પિટલ તંત્ર દ્વારા છેક મંગળવારે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાની પોલીસ ફરીયાદમાંથી જાણવા મળતી વિગત મુજબ ગત તા.૨૨ શનિવારે ચોટીલા ના સણોસરા ગામનો અને હાલ ચોટીલા રહેતો સુલતાન અબ્બાસ ભાઇ જાડેજા નામનો સંધિ શખ્સ તેના ભાઇની સારવાર કરાવવા સરકારી રેફરલ હોસ્પિટલમાં આવ્યો હતો.ઙ્ગ

ત્યારે ગમે તે કારણોસર આ શખ્સે એકદમ ઉશ્કેરાઇ જઇને તે સમયે ફરજ પર હાજર ડોકટરને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો આપીને હું સુલતાન છું અને ગામ માં સુલતાન એક જ હોય તેમ કહી હોસ્પિટલના મહીલા કર્મચારીઓની હાજરીમાં હોસ્પિટલની લેબોરેટરીની કેબીનનોઙ્ગકાચ પાટુ મારીને તોડી નાંખતા હોસ્પિટલનો હાજર સ્ટાફ પણ એકદમ ભયભીત બની ગયો હતો.

આ સમયે પોલીસને જાણ કરાતાં પોલીસ હોસ્પિટલ ધસી ગયેલ.પણ આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. જયારે આ બનાવ ની હોસ્પિટલ તંત્ર દ્વારા છેક સોમવારે પોલીસમાં ફકત અરજી આપવામાં આવી હતી.

જયારે આરોપી સુલતાન પાટુ મારીને કાચ તોડે છે તે સમગ્ર ઘટના હોસ્પિટલ ના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં અને બાદમાં આ વીડિયો કલીપ સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં અને અખબારોમાં પણ ઉહાપોહ થતાં આ બનાવની છેક બુધવારે હોસ્પિટલના અધિક્ષક ની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

જયારે પોલીસે આરોપી સુલતાન જાડેજા સંધિઙ્ગ સામે ડોકટરને જાનથી મારી નાંખવાની ધમકી, ભુંડાબોલી ગાળો, સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવા સહિત ફરજમાં રૂકાવટ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતાં તેનો જામીન પર છુટકારો થયો હતો. જયારે હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં સુરક્ષા આપવામાં આવે તેવી પણ પોલીસ ફરીયાદમાં માંગણી કરવામાં આવી છે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે આ સરકારી હોસ્પિટલ માં સ્ટાફ સાથે આવી ઘટનાઓ રોજીંદી બની ગઇ છે પણ મોટાભાગે આવા બનાવોની હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ થતી નથી જેના કારણે આવા લુખ્ખાગીરી કરતાં તત્વો માટે હોસ્પિટલ મોકળું મેદાન બન્યું છે.

ખાસ કરી ને મોટાભાગે આવા બનાવો રાતના સમયે બનતાં હોવાથી ફરજ પરની નર્સ બહેનો અને ડોકટરોને પણ આવા લુખ્ખા તત્વોનો ભય સતાવતો હોય છે. સૌરાષ્ટ્ર રેન્જ આઇજીપી આ બનાવ અંગે ખુદ તપાસ કરી કડક કાર્યવાહી કરે અને હોસ્પિટલમાં પોલીસ ચોકી શરૂ કરે તો હોસ્પિટલમાં આવારા તત્વોની લુખ્ખાગીરી બંધ થઇ શકે તેવી લોક લાગણી છે.

(11:39 am IST)