Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

વિસાવદરના ખંભાળિયા ગામે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીમાં ૧૬૭ કિશોરીઓ સહભાગી થઇ

જૂનાગઢ તા.૨૮:  જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્ત્।ે સમગ્ર રાજયમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી દરેક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળિયા ખાતે સેલ્ફ ડિફેન્સ તાલીમ તથા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ડ્રોઇંગ કોમ્પીટીશન રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ૧ થી ૩ નંબર આવનારને ઇનામ અને બાકીના સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સમાજમાં દિકરી જન્મ,શિક્ષણ અને સ્થાનમાં સુધારો લાવવા દિકરી તુલસીનો કયારો ના સુત્રને સાર્થક કરવા જિલ્લાની ૬૧ દિકરીઓને તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જૂનાગઢ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં તા.૨૪ના રોજ જન્મનાર કુલ ૧૦ દિકરીઓને દિકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લાની શિક્ષણ,સ્પોર્ટસ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી દિકરીઓનું સન્માન તથા વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી મનીષાબને વકીલ સાથે પરીસંવાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ કિશોરીઓને પ્રોત્સાહન ઇનામ અને આઇઇસી કીટ વિતરણ તેમજ પૌષ્ટીક ભોજન આપી સમજ આપવામાં આવી કે શરીર માટે પૌષ્ટીક આહાર કેટલો જરૂરી છે. આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૬૭ કિશોરીઓ સહભાગી થઇ હતી તેમ જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(10:08 am IST)