Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મોરબીમાં અગાઉની ફરીયાદનો ખાર રાખી પિતા-પુત્ર પર ધોકાથી હુમલો

મોરબીતા.ર૮ : મોરબીની ગઢનીરાંગ કાપડ બજારમાંં રોયલ ગારમેન્ટ નામની દુકાનમાં અગાઉ થયેલ પોલીસ ફરીયાદનો ખાર રાખી એક શખ્સે દુકાનદાર અને તેના દીકરાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ મોરબીના નાની બજાર વિસ્તારમાં રહેતા ઇશાકભાઇ હસનઅલી મીઠાઇવાલા તથા તેનો દીકરો પોતાની રોયલ ગારમેન્ટની દુકાને હોય દરમિયાન આરોપી નદીમ ઉર્ફે બુધો સતારભાઇ ઘાંચીએ આવી અગાઉ કેમ મારા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરવા ગયેલ તેમ કહી ઇશાકભાઇ તથા તેના દીકરાને ગાળો આપી પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ઇશાકભાઇના માથામાં મારી તેમજ તેના દીકરાને પીઠના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ ઇશાકભાઇએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

(3:32 pm IST)