Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અમરેલીના ગજેરા સંકુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીઃ વિદ્યાર્થીનીઓએ કરતબો બતાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા

અમરેલી : જિલ્લા લે.પ.સે. ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણીક સંકુલ અમરેલી દ્વારા સૌ. લે. પ.સે. સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા ના અધ્યક્ષસ્થાને તથા વરદ હસ્તે ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી, વિશિષ્ટ સેવા બદલ નિવૃત અધિકારી સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌનું સ્વાગત પ્રમુખ મનુભાઇ કાકડીયાએ કર્યુ હતું. પ્રવચન સ્થાપક પ્રમુખ અને કેળવણીકાર વસંતભાઇ ગજેરા, નિવૃત અધિકારી વી. પી. પટેલ, કે. પી. ગાજીપરા, પ્રદેશ ભાજપ પ્રવકતા મહેશ કંસાવાલા, સાંસદ નારણભાઇ કાછડીયા અધ્યક્ષ કાનજીભાઇ ભાલાળા વિ. એ કરીને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી. ગજેરા સંકુલના નિયામક અને ટ્રસ્ટી મનસુખભાઇ ધાનાણીના માર્ગદર્શના હેઠળ વિદ્યાર્થીનીઓએ એન.સી.સી. પરેડ, જીમનાસ્ટીક, જીમ બોલ, રીંગ, રીબીન, સ્ટેપર ડાન્સ, યોગા, રીધમીક યોગા, એન. એસ. એસ. સોંગ વિ. કરતબો બતાવીને વિવિધ કૃતિઓની પ્રસ્તૃતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં. ઉજવણી પ્રસંગે રાષ્ટ્રભાવના ધરાવતા સેવા નિવૃત પદાધિકારી તથા અધિકારી કાનજીભાઇ ભાલાળા, વી. પી. ટેલ, જે. કે. ઠેસીયા, બી. એમ. વીરાણી, કિરીટભાઇ દુધાત, સી. પી. રાણપરીયા, વી. સુહાગીયા, અશ્વિનભાઇ બોરડ, ચતુરભાઇ રૂડાણી, એમ. જી. કનેરીયા, પી. પી. કાનાણી, એમ. ડી. લાઠીયા, કે. પી. ગાજીપરા, ડી. ટી. વડાલિયા, બી. જી. લીંબાસીયા, એલ. બી. મોણપરા, એચ. એમ. પટેલ, બી. એલ. વાવૈયા, એન. જી. વઘાસીયા, એચ. એલ. ડોબરીયા, ડી. પી. તળાવીયા, જી. એમ. ધાનાણી, દિનેશ જોગાણી, જનક સાવલીયા વિ.નુ સન્માનપત્રથી સન્માન કરાયું હતું. તિરંગાને સલામી આપવા લે.પ.સે. ટ્રસ્ટ-સુરતના પદાધિકારીઓ, ટ્રસ્ટી મંત્રીશ્રી બાબુભાઇ સાકરીયા, ગોરધનભાઇ હીરપરા, નરેશભાઇ સોજીત્રા, વિજયભાઇ ધામી, મનુભાઇ ઠુમ્મર, લીંબાભાઇ જોધાણી, મનુભાઇ ડાવરીયા, દેવચંદભાઇ કાકડીયા, ધનજીભાઇ ધડૂક, ધનજીભાઇ બાબરીયા, કાનજીભાઇ વડારીયા, કેશવભાઇ કરકર, મનસુખભાઇ કથીરીયા, પુનાભાઇ તળાવીયા, વિનુભાઇ જોધાણી, ચતુરભાઇ ખૂંટ, મનસુખભાઇ ધાનાણી, રમેશભાઇ પોલરા, કિશોરભાઇ સાવજ, હરેશભાઇ સાકરીયા, ગોરધનભાઇ રાદડીયા, ગોપાલભાઇ વસ્તપરા સંકુલના ઇન્ચાર્જ પ્લાઝા ડાયરેકટર મુકેશભાઇ શિરોયા, હોસ્ટેલ ડાયરેકટ, વલ્લભભાઇ રામાણી તથા સ્પોર્ટસ ડાયરેકટર મગનભાઇ વસોયા, શિક્ષણ અને બાંધકામ સમિતીના સર્વે સભ્યો, ડાયરેકટરશ્રીઓ, આચાર્યો, ઉપાચાર્યો, પ્રાધ્યાપકશ્રીઓ, સુપરવાઇઝર્સ સ્પોર્ટસ એન્ડ મ્યુઝીક વિભાગના ટ્રેઇનર્સ વિ. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આભારદર્શન  સેક્રેટરીશ્રી બાબુભાઇ સાકરીયાએ કરી હતી.

(1:12 pm IST)