Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રૂ ૨ લાખના ચોરાઉ વાયર સાથે ૭ શખ્સોને ઝડપી લેતી વાડીનાર મરીન પોલીસ

ખંભાળીયા તા ૨૮  : પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાનાઓના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જામ ખંભાળીયાઓની સુચના મુજબ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે વાડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.આઇ. ચાવડા, તથા પોલીસ હેડ કોન્સ. વિપુલભાઇ રાજેન્દ્રભાઇ, હસમુખભાઇ હીરાભાઇ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ધિરૂભા, હોમદેવસિંહ પ્રવિણસિંહ, હમીરભાઇ માલદેભાઇ, નિર્મલભાઇ ભરતભાઇ નાઓએ પો.સ.ઇ.ની બાતમી આધારે ૭ શખ્સોને ઝડપી લીધા છે. જાવીદ શેરમામદ સધાર જાતે સંધી (મુસ્લીમ) ઉ.વ.૨૬, ધંધો મજુરી તથા નં. (ર) સાજીદ અલી મામદ સંધાર, જાતે સંધી (મુસ્લીમ) ઉ.વ.૧૯, ધંધો ખેતી, (૩) કાસમ વલીમામદ ગજણ, જાતે સંધી (મુસ્લીમ) ઉ.વ.૪૦, ધંધો ખેતી, (૪) અબ્બાસ કાસમભાઇ ઇસ્માઇલભાઇ હિંગોરજા, જાતે સંધી (મુસ્લીમ) ઉ.વ.૩૦) ધંધો ખેતી, (પ) જાવીદ અલારખાભાઇ ગજણ, જાતે સંધી (મુસ્લીમ) ઉ.વ.૨૫, ધંંધો મજુરી, (૬) ઓસમાણ કાસમભાઇ ઇસ્માઇલભાઇ હિંગોરજા, જાતે સંધી (મુસ્લીમ) ઉ.વ.૩૬, ધંધો ખેતી, (૭) હારૂન કાસમભાઇ હિંગોરજા જાતે સંધી (મુસ્લીમ) ઉ.વ.૨૯, ધંધો ખેતી, રહે બધા નાના માંઢા ગામ, તા. ખંભાળીયા વાળાઓને આ કામની ચોરીમાં ગયેલ મુદામાલ વાયરોના કુલ બંડલો-૩૪ જેની કુલ કિંમત રૂપીયા ૨,૦૨,૨૦૦/- તથા ૩ (ત્રણ) મોટર સાઇકલ જેની કુલ કિ.રૂ. ૫૫૦૦૦/ સહીત મળી કુલ મુદ્દામાલ રૂા ૨,૫૭,૨૦૦/ ના સાથે પકડી પાડી ખંભાળીયા પોલીસ સ્ટેશનનો ગુન્હો ડીટેકટ કરેલ છે. અને આગળની કાર્યવાહી સારૂ આરોપીઓને ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

(1:09 pm IST)