Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

બાબરા લાઠી દામનગર વિસ્તારના ગેરંટી પિરિયડ ધરાવતા રસ્તાઓનું જંગલ કટીંગ, મરામતની કામગીરી કરો

બાબરા,તા.૨૮: બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ ખુબજ બિસમાર બનતા રાહદારીઓ તોબા પોકારી ગયા છે. રસ્તાઓ બિસમાર હોવાથી અકસ્માતો ખુબજ વધી રહ્યા છે. જેના કારણે લોકોનું જાનમાલનું નુકશાન થયું રહ્યું છે અનેકવાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુંમર દ્વારા પણ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ને અગાવ પત્ર લખી રજુઆત કરેલ હતી પણ ધારાસભ્યના પત્રનો પણ ઉલાલિયો કરી કોઈ કામગીરી નહિ કરાતા ધારાસભ્ય રોષેભરાયા હતા અને કડક રજુઆત કરી દિવસ સાતમાં યોગ્ય જવાબ રજૂ કરી લાઠી વિધાનસભાના તમામ બિસમાર રસ્તાઓની જંગલ કટીંગ તેમજ તાકીદે મરામત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતુંકે બાબરા અનેઙ્ગ અને દામનગર લાઠી નાસ્ટેટ હાઇવે રોડ તેમજ અન્ય નાનામોટા રસ્તાઓ રસ્તાઓ ખુબજ બિસમાર છે તેમજ બાબરા બહાર નીકળતા તમામ સ્ટેટ હાઇવે નબળા થઈ ગયા છે ખાસ કરીને શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે વધુ બિસમાર બનતા નગરજનોને વધુ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે રોડ રસ્તાઓ ગેરંટી પીરિયડ આવતા હોય છે તેમ છતાં  સમયમર્યાદામાં મરામત કામગીરી કરવામાં આવતી નથી જે સીધી બેદરકારી સાબિત કરે છે ત્યારે આગામી દિવસોમાં યોગ્ય જવાબ માંગવામાં આવ્યો છે જો જવાબ રજૂ નહિ કરે તેમજ યોગ્ય કામગીરી પણ નહીં કરવામાં આવે તો રાજય સરકારમાં રજુઆત કરી યોગ્ય પગલાં લેવામાં આવશે સાથે સાથે રોડની બને બાજુ જંગલ કટીંગ પણ યોગ્ય સમયમાં કરવામાં નથી આવતું જેના કારણે નાના વાહન ચાલકો રોડ નીચે ઉતરી જાય તો અકસ્માત સર્જાઈ છે ત્યારે અમરેલીના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ને ઉગ્ર રજુઆત કરી પત્ર પાઠવવામાં આવ્યો છે.

(1:08 pm IST)