Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ભાવનગર જિલ્લા કક્ષાના ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઘોઘા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી

મંત્રી જયેશભાઇ રાદડિયાએ ત્રિરંગાને વંદન કરી સલામી ઝીલીઃ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

ભાવનગર તા.૨૮: ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે જિલ્લા કક્ષાના ૭૧મા પ્રજાસત્ત્।ાક દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામા આવી હતી.જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી વિભાગના મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા દ્વારા ત્રિરંગાને વંદન કરી સલામી અપાઇ હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી જયેશ રાદડીયાએ પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે રાષ્ટ્રગીતના સમુહગાન દરમ્યાન ત્રિરંગો ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી ત્યારબાદ પોલીસ પરેડ તથા વિવિધ ફ્લોટનું નિરીક્ષણ કર્યુ હતુ અને દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના દ્યડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યકત કર્યો હતો. ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભકિતને વંદન કરી મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે તેના ફળ સ્વરૂપે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વિશ્વના લોકો આપણા દેશની પ્રગતિની નોંધ લઈ રહ્યા છે.

પર્યાવરણની જાળવણી માટે લોકો સ્વયં જાગૃત થઈ રહ્યા છે. કૃષિ, ઉધોગ, રોજગાર ક્ષેત્રે આપણું રાજય અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી રહ્યુ છે. છેલ્લા અમુક વર્ષોમા લાખો યુવાનોને પારદર્શક વહિવટથી રોજગારી પુરી પાડવામાં આવી છે, તો એપ્રેન્ટીસ યોજનાથી કુશળ માનવબળ તૈયાર થઈ રહ્યુ છે. વધુમાં નાગરિકતા સંસોધન કાયદા વિશે મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે આ વિધેયક રાષ્ટ્રના નવસર્જનમા એક સિમાચિન્હ સાબિત થશે. તેમ જણાવી ગુજરાતની વિકાસયાત્રામાં સૌને સહ્રભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ દ્યોદ્યા તાલુકાનાં વિકાસ અર્થે રાજય સરકાર તરફથી રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાને અર્પણ કર્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી દ્વારા વિશિષ્ટ સિદ્ઘિ ધરાવતા ખેલાડી તથા શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ વિભાગોના કર્મયોગીઓનું સન્માન કરાયુ હતુ તેમજ પરેડ, ટેબ્લો તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને તથા ભાગ લેનાર સંસ્થાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

પોલીસ વિભાગ દ્વારા દિલધડક અશ્વ શોનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ જેને ઉપસ્થિત સૌ કોઇએ મન ભરીને માણ્યુ હતુ. ટ્રાફીક એજયુકેશન એન્ડ અવેરનેસ, ખેતી, બાગાયતી પાકોની સિદ્ઘિ, સ્વચ્છ ભારત મીશન, સૌર ઉર્જા, સ્વરોજગારી, વન્ય સૃષ્ટી, શિક્ષણ,સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, ટેકનીકલ સહિતના વિષયે જે તે કચેરી દ્વારા રસપ્રદ ફ્લોટનું નિદર્શન કરવામા આવ્યુ હતુ.

ત્યારબાદ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અનેક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ જે નિહાળી મંત્રીશ્રીએ તમામ કૃતિઓને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રી કાર્યક્રમના સ્થળે યોજવામા આવેલ રકતદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને વૃક્ષારોપણ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેંદ્રસિંહ સરવૈયા, દ્યોદ્યા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંજયસિંહ ગોહિલ,સરપંચશ્રી રાઠોડ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ,પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનર શ્રી નીરગુડે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, વન સંરક્ષકશ્રી સંદિપ કુમાર, નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ, જિલ્લા અયોજન અધિકારીશ્રી ઠાકોર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વ્યાસ, પ્રાંત અધિકારીશ્રી દિપક ચૌધરી, સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા, મહાશાળાના શિક્ષકો, વિધાર્થીઓ,આમંત્રિત મહેમાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી મિતુલભાઈ રાવલે કર્યુ હતુ.

(11:39 am IST)