Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અમરેલીમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સંપન્ન

અમરેલી, તા.૨૮: રમત ગમત વિભાગ અમરેલી દ્વારા કે.કે.પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય (નુતન મિડલ સ્કુલ)નાં સહયોગથી ૨૩ અને ૨૪ જાન્યુઆરી બે દિવસ જિલ્લાકક્ષા કલામહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્ર્મનાં ઉદ્ઘાટનમાં કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સી.એમ.જાદવ, આચાર્ય સંઘનાં પ્રમુખશ્રી, અજિતસિંહ ગોહિલ, વ્યાયામ શિક્ષણ સંધનાં પ્રમુખશ્રી, એ.એન ઉપાધ્યાય, કે.કે.પારેખ સ્કુલનાં આચાર્યશ્રી, વિપુલભાઇ વ્યાસ તથા શૈક્ષણિક સંધનાં હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્ર્મને સફળ બનાવવા રમત ગમત કચેરીના, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી. બી.પરમાર, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, અશરફભાઇ આર. કુરેશી તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી તથા કે.કે.પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલયનાં આચાર્યશ્રી વિપુલભાઇ વ્યાસ તથા કચેરીનાં સ્ટાફે જેહમત ઉઠાવી કાર્યક્ર્મને સફળતાપુર્વક પુર્ણ કરાયો હતો.

(11:33 am IST)