Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ધોરાજીની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવરૂપ ઉજવણી

ન્યુબેસ્ટ સ્કુલ, યુનિક સ્કુલ, નચિકેતા સાયન્સ સ્કુલ, હસનેન એકેડમી, જે.પી.એગ્રો તથા ચૈતન્ય હનુમાનજી અખાડા ખાતે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ચ પાસ્ટ, ઇનામ વિતરણ સન્માન સહિતના કાર્યક્રમો હર્ષભેર યોજાયા

ધોરાજી તા.ર૮ : અહીની વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓ દ્વારા ૭૧માં પ્રજાસતાક દિનની આન બાન શાન સાથે ગૌરવરૂપ ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે વહેલી સવારે પ્રભાતફેરી, ધ્વજવંદન, માર્ચ પાસ્ટ, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંગ કસરતના દાવ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી જેનુ સંકલન અત્રે પ્રસ્તુત છે.

બેસ્ટ ઇંગ્લીશ સ્કુલ

અહીની ન્યુ બેસ્ટ ઇંગ્લીશ સ્કુલ ધોરાજીના આંગણે મહેમાનો, શાળા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળાના સંચાલકો રજનીભાઇ સરધારા, અરવિંદભાઇ સરધારા, રોહિતભાઇ વિરડીયા તેમજ કાર્યકર્તા રસિકભાઇ માવાણીએ ત્રિરંગાની લહેરાવી ધ્વજવંદન કરેલ. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રજાસતાક દિનની ઉજવણી કરેલ હતી.

યુનિક સ્કુલમાં ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમો

અહીની સ્ટેશન પ્લોટમાં આવેલ યુનિક સ્કુલ ખાતે ૭૧માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયેલ. આ પ્રસંગે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સંસ્થાના ટ્રસ્ટી છગનભાઇ વઘાસીયા, મહેશ પટેલ, નરેન્દ્રભાઇ ધામી, કેલ્વીન હિરપરા તેમજ શાળાના પ્રિન્સીપાલ દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરેલ.

નચિકેતા સાયન્સ સ્કુલ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી

ધોરાજી : ફરેણી રોડ પર આવેલ નચિકેતા સાયન્સ સ્કુલ ખાતે ૭૧માં પ્રજાસતાક પર્વ નિમિતે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ તકે નચિકેતા સાયન્સ સ્કુલના સંચાલક લીલાબેન પટેલે પ્રાસંગીક પ્રવચન કરી વર્ષ દરમિયાન બેસ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનીત કરેલ હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશ ભકિતના ગીતો રજૂ કરાયા હતા.

જોષી એગ્રોમાં શાનથી ત્રિરંગાને સલામી અપાઇ

ધોરાજી : જેતપુર રોડ પર આવેલ જે.પી.એગ્રો સેન્ટર દ્વારા પ્રજાસતાકપર્વ નિમિતે સંચાલકો દ્વારા જેતપુર રોડ પર ભવ્ય ડીજેના સથવારે ધ્વજવંદન બાદ ધોરાજીની નવયુગ સ્કુલના બાળકોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ. શાળાના બાળકોને લાણી અને રાષ્ટ્રધ્વજનુ વિતરણ કરેલ. આ તકે રાષ્ટ્ર ભાવના જળવાય તેવા હેતુથી દરેક વાહનચાલકોને પણ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરેલ. આ તકે જે.પી.એગ્રો સેન્ટરના સંચાલકોએ આ બાળકોને સ્ટીકરનું વિતરણ કરેલ. જે.પી. એગ્રોના જે.પી.વઘાસીયા, જીતુભાઇ વઘાસીયા, ગુણાભાઇ વઘાસીયા, આર.કે.વઘાસીયા, નવયુગ સ્કુલના રેખાબેન વઘાસીયા સહિતના હાજર રહેલ હતા.

ચૈતન્ય હનુમાનજી અખાડા ખાતે સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી

આ પ્રસંગે સેવાભાવી વયોવૃધ્ધ શામજીભાઇ માથુકીયાનુ સન્માન કરી તમામ સેવાઓ બિરદાવી હતી. પોલીસ જવાનો સુરેશભાઇ પટેલ અને ટ્રાફીકના દેવશીભાઇ બોરીચા સહિતના હાજર રહેલ હતા.

ધોરાજી ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે શ્રી દિગંબર લાલુ ગિરિજી મહારાજના સાનિધ્યમાં ૨૬ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રસંગે શ્રી બટકેશ્વર મહાદેવ તથા શ્રી ચૈતન્ય હનુમાનજી મહારાજ તેમજ બટુક ભૈરવજી મહારાજ ની મૂર્તિ રાષ્ટ્રધ્વજ ના તિરંગા થી સિંગાર કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે આશ્રમના મહંત શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજ ર્ી વહેલી સવારથી જ આશ્રમ ખાતે રાષ્ટ્રીય ભકિતનું વાતાવરણ અને બટુક ભોજન સંત ભજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજેલ હતા આ પ્રસંગે હિમાચલ પ્રદેશ થી ખાસ પધારેલા હિમાચલ સમ્રાટ શ્રી બજરંગ દાસ મહારાજ (બીજોરા ફુલ્લુ હિમાચલ) તેમજ પંજાબ જલંધર થી પધારેલા જલંધર નરેશ મહંતશ્રી ગોવર્ધનદાસજી મહારાજ વિગેરે સંતો મહંતો એ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બની હરિભકતોને આશીર્વાદ પાઠવ્યા હતા અને દેશના માટે તમામ લોકોએ દેશભકિતથી રંગાઈ જવા આહવાન કર્યું હતું.

હસનેન એકેડેમી મુસ્લિમ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ

ધોરાજીૅં ધોરાજીમાં ૨૬ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની હસનેન એકેડેમી ધોરાજી દ્વારા દેશભકિત અને કોમી એકતાના રંગથી પર્વ ઉજવવામાં આવ્યું હતું ત્યારે ભારતના બંધારણને આપણે સૌ સાથ આપવો જોઈએ તે પ્રકારનું મૌલાના દ્વારા રાષ્ટ્ર જોગપ્રવચન કરવામાં આવ્યું હતું.

૨૬ જાન્યુઆરી રવિવારે સવારે ૯ કલાકે હસનૈન એકેડમી ધોરાજી (ગુજરાત) દ્વારા એક સમારોહ યોજાયો હતો. જેમાં પ્રજાસત્ત્।ાક દિવસ ની ખુશી વ્યકત કરવા ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. પછી તેમણે કુઆર્ન ની તીલાવત કરી, ભાષણો કર્યા અને રાષ્ટ્રગીત અને સ્વતંત્રતાનાં ગીતો ખૂબ જ મોહક અને અદભૂત રીતે ગાયાં.

આખરે પ્રજાસત્ત્।ાક દિવસ પર પ્રેક્ષકોને અભિનંદન આપતા મૌલાના મુહંમદ શાહિદ સાદીએ તેમને જણાવ્યું જાસત્ત્।ાક દિવસ એ ફકત યુવાનો, લશ્કરી પ્રદર્શન અને તોપ ને સલામ અથવા ફકત શાળાના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનો દિવસ નથી. પ્રજાસત્ત્।ાક દિવસ ખરેખર દેશના બંધારણ અને લોકશાહીના નવીકરણનો દિવસ છે.

તેમણે કહ્યું કે, આપણો દેશ, ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે જયાં વિવિધ ધર્મના લોકો ફકત સ્વતંત્ર રીતે તેમના પોતાના ધર્મ પર સ્થાપિત થયા છે, પરંતુ તે ખુલ્લેઆમ વ્યકત પણ કરે છે અને આ આપણો દેશ છે. સુંદરતા છે.મૌલાના શાહિદ સાદીએ કહ્યું કે આઝાદી પછી ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું જેથી દરેક વ્યકિતના રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક મૂલ્યોનું ધ્યાન રાખવામાં આવે. તેથી જ આપણે આપણા દેશના બંધારણમાં ગર્વ અનુભવીએ છીએ.

આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપરાંત, હસનૈન એકેડમી ના સભ્યો, હાફિઝ રિફાકત હુસૈન, કારી સિબતૈન રઝા અલીમી, કારી રિઝવાન અહેમદ,હાફિઝ તુફેલ સાહબ અને અન્ય ઓલમાએ કીરામ આશ્રયદાતાઓ સાથે એકેડેમીના તમામ શિક્ષકો અને અન્ય હોદ્દેદારો હાજર હતા.

(11:33 am IST)