Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

તળાજા નજીક કેનાલની દિવાલ સાથે પિકઅપ અથડાતા ઉમણિયાવદરના યુવકનું મોત

ભાવનગર તા.૨૮: મહુવાના ઉમણિયાવદર નો યુવક ઈંડા ભરેલ પિકઅપ વાહન લઈ ભાવનગર તરફ જતો હતો. સવારે સાતેક વાગ્યા ના સુમારે તળાજા થી આગળ બપાડા નજીક કેનાલ ની દીવાલ સાથે અથડાતા યુવક નું સ્થળ પરજ મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ તળાજા ભાવનગર રોડ પર બપાડા ની કેનાલ ની દીવાલ સાથે ઇંડા ભરેલ પિકઅપ વાહન નં જીજે ૪-એટી- ૪૯૦૮ ધડાકાભેર અથડાઈ હતી.વાહન ની સ્પીડ વધારે હોય આગળ નો ભાગ તૂટી ગયો હતો .વાહનમાં સવારી કરતા આસિફ અલરખભાઈ બેલીમ ઉવ ૧૯ નું કમકમાટી ભરયુ મૃતયુ થવા પામેલ. મૃતક અને તેનો મોટો ભાઈ બન્ને એકિસાથે બે અલગ અલગ વાહનમાં ઈંડા ભરી ભાવનગર તરફ રવાના થયા હતા. બન્ને ભાઈઓ એ ધારડી ચા સાથે પીશુંનું નક્કી કરેલ હતું.પણ કુદરતને એ મંજુર નહોય તેમ મોટો ભાઈ નાનાભાઈની ચા પીવા માટે રાહ જોઈ રહ્યો હતો.ને અહીં અકસ્માતે કાળનું તેંડુ આવી ગયુ હતુ.

(11:31 am IST)