Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગારીયાધાર પંથકની બસમાં દારૂ લઇ આવતા ૪ શખ્સો પકડાયા

ભાવનગર-ગારીયાધાર તા. : સુરત થી આવતી ગુરુદેવ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લકઝરી બસ રજી. નંબર જીજે -૧૪-એકસ-૮૮૧૧માં ગારીયાધાર તાંબેના ભમ્મરીયા ગામનો મેહુલભાઇ  કાળુભાઇ આહિર તથા તેની સાથે એક બીજો મોટો ઉમરડા ગામનો માણસ તથા લકઝરી બસનો ડ્રાઇવર તથા કંડકટર  ચારેય  માણસો લકઝરી  બસમાં ઈંગ્લીશ દારૂની બોટલો લઇ ઉમરડા ગામનો માણસ તથા લકઝરી બસનો ડ્રાઇવર  તથા કંડકટર  ચારેય માણસો બસમાં ઈંગ્લીશ દારુનો બોટલો ઉમરડા તરફથી આવે છે. તેવી હકીકત મળતા સદરહું બસ હડમતીયા ચોકડી ગામ પાસે આવતા બસને રોકી બાતમી મુજબ બસને ચેક કરતા  ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસકી કાચની ૭૫૦ એમ.એલ.ની સીલપેક બોટલ નંગ ૦૧ જે એક બોટલ કિ. ૫૨૦/- લેખે નંગ ૭૨ બોટલની કિ.રૂ. ૩૭,૪૪૦/-, વિવો કંપનીના બ્લ્યુ કલરના એન્ડ્રોઇડ મોબાઇલ નંગ૦૨ જેની  કિ.રૂ. ૧૦,૦૦૦/- ,સદરહું ઈંગ્લીશ દારુ ભરેલ તે રેગ્ઝીનના થેલા નંગ ૦૪ કિ. રૂ. ૪૦૦/- ઉપરોકત તમામ મુદામાલ બસ સહિત કિ.રૂ. ૧૦,૪૭,૮૪૦/નો કબજે કરેલ છે.

આરોપીઓ (૧) મેહુલભાઇ કાળુભાઇ દેથળીયા  ઉ.વ.૨૨ રહે. ભમ્મરીયા (૨) સુરેશભાઇ નાનજીભાઇ વડેચા ઉ.વ. ૨૫ રહે. - મોટા ઉમરડા તા. ગઢડા (૩) મનસુખભાઇ બિજલભાઇ પરમાર ઉ.વ.૫૫ રહે. ધોળા તા. ઉમરડા (૪) હિતેશભાઇ રમેશભાઇ બાબરીયા ઉ.વ.૩૦ રહે. રંઘોળા ની વધુ તપાસ ચાલુ છે.

સદરહુ કામગીરીમાં જોડાયેલ ટીમ પો.સબ.ઈન્સ. કે.એચ.ચૌધરી. સા. , એ.અસ.આઇ. પી.કે.ગામેતી,  હેડ કોન્સ. એમ.કે. મકવાણા, પો. કોન્સ ભગવાનભાઇ વાલાભાઇ સાંબડ, વિજયભાઇ મેહુરભાઇ મકવાણા, શૈલેષભાઇ લાભુભાઇ ચાવડા હતી.

(11:30 am IST)