Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મોરબી સબ જેલમાં ડિસ્ટ્રીક જજની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

મોરબીઃસબ જેલમાં કેદીઓએ ૭૧જ્રાક્નત્ન પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી કરી હતી. સમારોહમાં ઉપસ્થિત ડિસ્ટ્રીક જજ સહિત ૬ જજોની હાજરીમાં વિવિધ રમતો રમીને જેલના વાતાવરણમાં પ્રજાસત્ત્।ાક પર્વ નિમિત્ત્।ે દેશભકિતનો નારો બુલંદ કર્યો હતો. મોરબી સબ જેલમાં કાચા-પાકા કામના કેદીઓએ રાષ્ટ્રીય પર્વ નિમિત્ત્।ે ખેલ-કુદ અને ડાન્સ સહિતના કાર્યક્રમોના આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ ૪૦ પુરુષ અને ૦૫ મહિલા કેદીઓએ આ કાર્યક્રમમાં પોતાનો હુન્નર અજમાવ્યો હતો. મહિલા કેદીઓએ લીંબુ ચમચી જેવી સ્પર્ધાઓમાં હાથ અજમાવ્યો હતો જયારે પુરુષ કેદીઓએ દૌડ, રસ્સા ખેંચ, કોથળા દૌડ, ડાન્સ જેવી સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું.આ સમગ્ર આયોજન દરમ્યાન ડિસ્ટ્રીક જજ એ.ડી.ઓઝા, એડિશનલ ડિસ્ટ્રીક જજ એમ.કે.ઉપાધ્યાય, સિવિલ જજ એકસ એન પટેલ, સી.જે.એમ. એ.એન. વોરી, ડી.એલ.એસ.એ. સચિવ આર.કે.પંડ્યા તથા જે.એમ.એફ.સી. જજ એચ.એમ. વૈષ્ણવે ઉપસ્થિત રહી કેદીઓનું મનોબળ વધારી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ઉપસ્થિત જજોએ જેલની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.પ્રજાસત્તાક દિન ઉજવણીની તસ્વીર.

(11:28 am IST)