Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જામનગરમાં બેટી બચાવો બેટી પઢાવોના કેલેન્ડરનું વિમોચન કરતા રાજ્યમંત્રી

જામનગર તા.૨૭ :  પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ ધ્રોલ ખાતે કૃષિ રાજયમંત્રી  જયદ્વથસિંહ પરમારના હસ્તે આશરે ૩ કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા 'બેટી બચાવો બેટી પઢાવો'અભિયાન અંતર્ગત હાલ ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લાની વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓએ ચિત્રો દ્વારા 'બેટી બચાવો બેટી પઢાવો' આનુસંગીક વિચારો વ્યકત કર્યા હતા. જેમાંથી પસંદગી પ્રાપ્ત થયેલા ચિત્રોને અગ્રસ્થાને રાખી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 'બેટી બચાવો બેટી પઢાવો'  કેલેન્ડર બનાવવામાં આવ્યું હતું.

જેનું વિમોચન કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્વથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ વિમોચન પ્રસંગે સંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, ૭૬-કાલાવડ વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મુસડીયા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભીમજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ  વશરામભાઈ આહીર, જિલ્લા પંચાયત સદસ્યશ્રી માલતીબેન ભાલોડીયા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ ચુડાસમા, તાલુકા ભાજપ પ્રમુખ  નવલભાઇ મુંગરા, જિલ્લા પંચાયત સદસ્ય  જયેન્દ્રભાઈ મુંગરા, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી  પ્રશસ્તિ પારિક, અધિક નિવાસી કલેકટર  રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અફસાના મકવાણા, ધ્રોલ પ્રાંત અધિકારી હેતલબેન જોશી, ધ્રોલ તાલુકા વિકાસ અધિકારી  ઇટાલીયા વગેરે આગેવાનો, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ધ્રોલના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:28 am IST)