Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

માતાએ જમવાનું ન બનાવ્યું હોઇ સુરેશ ઝેરી દવા પી ગયો

સણોસરાનો યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: સણોસરા ગામે રહેતાં સુરેશ વિહાભાઇ અઘારા (ઉ.વ.૨૬) નામના કોળી યુવાને રાતે સાડા દસેક વાગ્યે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રામજીભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી. સુરેશ ત્રણ ભાઇમાં નાનો છે અને છુટક મજૂરી કરે છે. તે રાતે ઘરે આવ્યો ત્યારે રસોઇ બની ન હોઇ માતા મંજુબેન સાથે ચડભડ થતાં માઠુ લાગી જતાં ઝેર પી ગયાનું  તેના પરિવારજનોએ જણાવ્યું હતું.

(11:27 am IST)