Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સાયલાના ડેમમાંથી પુરૂષનું ધડ મળ્યું : હત્યાની આશંકા

મૃતકના પેટમાંથી આંતરડા પણ બહાર નીકળી ગયા'તા : ઓળખ મેળવવા તથા હત્યા કરનારાની શોધખોળ

તસ્વીરમાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં ધડને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે લાવવામાં આવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

વઢવાણ : તસ્વીરમાં પુરૂષના ધડ સાથે પોલીસ ટીમ નજેર પડે છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

વઢવાણ તા. ૨૮ : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના થોરીયાળી ડેમમાં અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાની ગ્રામજનોને જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડયાં હતાં અને આ અંગે સાયલા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.

જેમાં થોરીયાળી ડેમમાં અજાણ્યા પુરૂષની લાશ નજરે પડી હતી જેને જોતા લાશનું માથું તેમજ બંન્ને હાથ-પગ કપાયેલી હાલતમાં જણાઈ આવ્યું હતું અને માત્ર ઘડ પાણીમાં તરી રહ્યું હતું તેમજ મૃતકના પેટમાંથી આંતરડા પણ બહાર કાઢી નાંખેલી હાલતમાં જણાઈ આવ્યું હતું. આથી ઘટના સ્થળે ડોગ સ્કોવર્ડ, એફએસએલ, મામલતદાર સહિતની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને અજાણ્યા પુરૂષની લાશનો કબ્જો લઈ વધુ તપાસ હાથધરી હતી તેમજ લાશને પાણીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.ઙ્ગ

જયારે પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નીપજાવી લાશને ડેમમાં ફેંકી દીધી હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હત્યા સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(11:25 am IST)