Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કચ્છમાં કાકીની મદદથી કાકાનું ભત્રીજી ઉપર દુષ્કર્મ

ગાંધીધામમાં ભણવા માટે કાકાનાં ઘરે રહેતી સગીરાની આબરૂ લીધીઃ પરિવારે વાત ન માનતા 'સખી વન સ્ટોપ'ની મદદથી ફરીયાદ બાદ કાકા-કાકીની ધરપકડ

 ભુજ, તા.૨૮: ગાંધીધામની સથવારા કોલોનીમાં સંબંધોને લજાવતા કિસ્સામાં કાકા અને કાકીની પોલીસે ધરપકડ કરી છે.

ભુજના સખી વન સ્ટોપ સેન્ટરની મદદે પહોંચેલી સગીરાએ પોતાના કાકા દ્વારા બળાત્કાર કરાયો હોવાનું અને ત્રણ વર્ષ સુધી ચાલેલી આ જાતીય સતામણી માં કાકી પણ મદદગાર હોવાની વાત કરતાં આ આખોય મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

ત્રણ વર્ષ પહેલાં ધોરણ ૯ માં ભણવા માટે ગાંધીધામ કાકાને ત્યાં આશરો લેનારી સગીરા કાકાની હવસનો શિકાર બની હતી. પોતાને ઘેનની દવા પીવડાવી કાકા દ્વારા દુષ્કર્મ આચરાતું હોવાની અને આ કામમાં કાકી સાથ આપતી હોવાની સગીરાની ફરિયાદે પોલીસને પણ ચોંકાવી દીધી છે. આ મામલાની કરુણતા એ છે કે, સગીરાએ પોતાના માતા, પિતા અને પરિવારમાં પણ કાકાની હરકતોની જાણ કરી પણ પરિવારજનોએ આ સગીરાની વાત માની નહીં. પોલીસે ફરિયાદ નોંધીને બળાત્કાર ગુજારનાર કાકા અને તેને આ હીન કૃત્યમાં સાથ આપનાર તેની પત્નીની  બન્નેની ધરપકડ કરી છે

(11:22 am IST)