Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

હળવદના કેદારીયા પાસે માલધારીના 20 ઘેટાં પર ફરી વળ્યું કંન્ટેનર

ઘટના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા: ટ્રક ચાલક પર લોકોનો રોષ

માળીયા હાઈવે પર પુરપાટ ઝડપથી વાહનો લઈને  વાહનચાલકો પોતાની બેદરકારી દાખવતા હોય છે જેનો ભોગ નિર્દોષ બનતાં હોય છે જેમાં આજે હળવદના કેદારીયા રણજીત ગઢ વચ્ચે આજે વહેલી સવારે માલધારી પોતાના ઘેટાં બકરા લઈને ચરાવવા માટે જતાં પુરપાટ ઝડપે આવતા કંન્ટેનરે માલધારીના 20 ઘેટા પર કંન્ટેનર ફરી વળ્યું હતું જોકે પુરપાટ ટ્રક ચાલક પર લોકોનો રોષ જોવા મળ્યો હતો તો ઘટના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.

(9:17 pm IST)