Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સુવર્ણ ઇતિહાસ પરત ફર્યો : 66 સુવર્ણ કળશ બાદ આજે વધુ 53 સુવર્ણ કળશ ચઢાવાયા

રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી અને તેના પરિવાર દ્વારા સુવર્ણ કળશની પૂજા કરાઇ: નથવાણી પરિવાર દ્વારા 11 સુવર્ણ કળશનું સોમનાથ મંદિર ટ્ર્સ્ટને અનુદાન:૧ લાખ ૨૧ હજાર ના ૫૩ સુવર્ણ કળશની પુજા

અમદાવાદ : પ્રથમ  જ્યોતિર્લિંગ તેવા જગવિખ્યાત સોમનાથ મંદિરને શિખરોને સુવર્ણ કળશથી મઢવાની કામગીરી શરૂ કરાઈ છે  અત્યાર સુધી સોનાથી મઢેલા 66 જેટલા સુવર્ણ કળશ મંદિરના શિખર પર લગાવી દેવાયા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. શિખર પર રહેતા તમામ પેટા શિખરને સુવર્ણકળશથી મઢવામાં આવશે. 66 સુવર્ણ કળશ બાદ આજે વધુ 53 સુવર્ણ કળશ ચઢાવાયા છે

  રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ  નથવાણી અને તેના પરિવાર દ્વારા સુવર્ણ કળશની પૂજા કરાઇ હતી, નથવાણી પરિવાર દ્વારા 11 સુવર્ણ કળશનું સોમનાથ મંદિર ટ્ર્સ્ટને અનુદાન અપાયું છે, 1 લાખ ૨૧ હજાર ના ૫૩ સુવર્ણ કળશની પુજા કરાઈ હતી  

 સોનાના મંદિર તરીકેનો ઇતિહાસ ધરાવતું સોમનાથ મંદિર ફરી એકવાર પોતાનાં સુવર્ણ ઇતિહાસને પ્રાપ્ત કરી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષો દરમિયાન સોમનાથ મંદિરમાં તબક્કાવાર સોનાથી મંદિર મઢવાની કામગીરી ચાલતી રહે છે.

(7:49 pm IST)