Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ક્રિસમસની રજા માણવા જૂનાગઢ, સાસણ-ગીર સહિત આસપાસના સ્થળો પર પ્રવાસીઓ ઉમટ્યા :

અભિનેતા આમીરખાન પણ વેડિંગ એનિવર્સરી પહેલા ફેમિલી વેકેશન પર : જંગલ સફારીની મજા માણશે

અમદાવાદ : આ વર્ષે માર્ચથી લાગૂ લૉકડાઉન અને  અનલૉકના નિયમોથી કંટાળેલા લોકો ક્રિસમસની રજાઓનો ભરપુર આનંદ માણવા માંગે છે. ક્રિસમસની રજાઓને મિનિ વેકેશન તરીકે મનાવવા લોકો સહપરિવાર જૂનાગઢ, સાસણ-ગીર સહિત આસપાસના પ્રવાસન સ્થળો પર પહોંચી રહ્યાં છે.સક્કરબાગ ઝૂ, ભવનાથ અને ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યાં છે.

 સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના RFO નિરવ મકવાણાના જણાવ્યા મુજબ, ક્રિસમસ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા એક જ દિવસમાં ત્રણ હજારને પાર પહોંચી ગઈ છે. જેના કારણે સક્કરબાગ ઝૂને એક લાખ રૂપિયાની આવક થઈ છે. આગામી 31 ડિસેમ્બર સુધી ગીર-જૂનાગઢનું આ ક્ષેત્ર પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની રહેશે.

બીજી તરફ બૉલિવૂડ અભિનેતા આમિર ખાન પોતાની ફેમિલી સાથે વેકેશન માણવા નીકળ્યા છે. આગામી 28 ડિસેમ્બરે આમિર ખાન અને કિરણ રાવની 15મીં વેડિંગ એનિવર્સરી છે. જે પહેલા આમિર ખાન, કિરણ રાવ, પુત્રી ઈરા, પુત્ર આઝાદ અને ભાણિયો ઈમરાન ખાન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

આમિર ખાન સહ પરિવાર પોરબંદર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ જૂનાગઢ જવા માટે રવાના થયા હતા. અહીં બે ત્રણ દિવસ રોકાઈને આમિર ખાન જંગલ સફારીની મજા માણશે.

(5:44 pm IST)