Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ગોંડલ પાસે રેલવે ટ્રેક પર મોત મીઠું કરવા બેઠેલ મહિલાને લોકો પાયલોટે બચાવી

રેલવે ટ્રેકની પાસે રહેતાં દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા

ગોંડલ: ગોંડલના આશાપુરા ચોકડી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતી મહિલાએ ઘરકંકાસથી કંટાળી મોત મીઠું કરવા રેલવે ટ્રેક પસંદ કર્યો હોય પરંતુ માલગાડીના પાયલોટે સતર્કતા દાખવી ઈમરજન્સી બ્રેક મારી મહિલા ને બચાવી પોલીસ હવાલે કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના સાંઢિયા પુલ પાસે ગેટમેન ની લાપરવાહીના કારણે ટ્રેન અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગોંડલના આશાપુરા ચોકડી રેલવે ટ્રેક પાસે રહેતા અને છુટક મજૂરીકામ કરતા હર્ષાબેન ધીરુભાઈ સાઢેમેર ઉ.વ. 20 ઘરકંકાસથી કંટાળી મોત મીઠું કરવા રેલવે ટ્રેક પર બેસી ગયા હોય દરમિયાન માલગાડી નીકળતા પાયલોટના અનેકવાર હોર્ન વગાડવા છતાં પણ મહિલા ઉભી ન થતા ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારી રેલવે પોલીસને જાણ કરતાં રેલવે પોલીસના ગણપતસિંહ જાડેજા, નાજાભાઇ ભાદરકા, બળભદ્રસિંહ જાડેજા તેમજ વિજયભાઈ ધ્રાંગિયા સહિત જીઆરપી અને આરપીએફના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને મહિલાને ટ્રેક પરથી ઉતારી પોલીસ હવાલે કરી હતી.

ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હર્ષાબેન ના લગ્ન મૂળ ખરેડા ના ધીરુભાઈ સાથે થયા હતા સંતાનમાં દીકરો દીકરી પણ છે દિકરાને કિડની ની બીમારી હોય અને ધીરુભાઈ દારૂ પીવાની ટેવવાળો હોય વારંવાર ઝઘડા થયા કરતા હતા જેના ઘરકંકાસથી કંટાળી મહિલા મોતને મીઠું કરવા રેલવે ટ્રેક પર પહોંચી ગઈ હતી

(1:54 pm IST)