Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ચોરડી પાસે અજાણ્યા વાહન ની અડફેટે રાજકોટના યુવાનનું મોત નીપજ્યું

ગોંડલ: અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ નેશનલ હાઈવે ચોરડીના વળાંક પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને અડફેટે લેતાં રાજકોટના યુવાનનું મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના યોગેશભાઈ ચુનીભાઇ ચોટલીયા જાતે કડિયા કુંભાર ઉંમર વર્ષ 33 ગોંડલ નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે બાઈક પર પસાર થઈ રહ્યા હોય કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

મૃતકના ભાઈ મયુરભાઈ ચોટલીયા એ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે યોગેશભાઈ છેલ્લા આઠ વર્ષથી પોતાના પત્ની અને બાળકોના પરિવાર સાથે અલગ રહેતા હતા અને બે મહિનાથી પત્ની અને બાળકોને એકલા મૂકી જતા રહ્યા હતા દરમિયાન આજે અકસ્માતમાં તેમનું મોત નિપજતા પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી.

(1:53 pm IST)